Western Times News

Gujarati News

યુએસ પ્રમુખ ટ્રમ્પની ટેરિફ સામે ભારતને ચીનનું સમર્થન

નવી દિલ્હી, ચીનના વિદેશ મંત્રી વાંગ યીની ભારતની બે દિવસીય મુલાકાત પછી ભારત ખાતેના ચીનના રાજદૂત ઝુ ફેઈહોંગે જણાવ્યું હતું કે અમેરિકાએ ભારત પર ૫૦ ટકા સુધીની ટેરિફ લાદી છે અને વધુ ટેરિફ લાદવાની ધમકી પણ આપી છે. ચીન તેનો સખત વિરોધ કરે છે. તેમણે ભારત અને ચીન વચ્ચે ગાઢ સહયોગની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

અમેરિકાના એકપક્ષીય વેપાર નિયંત્રણો સામે ભારતને ટેકો આપવાની બેઇજિંગની તૈયારી પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું હતું કે ચીન આ ટેરિફનો જોરદાર વિરોધ કરે છે. મૌન રહેવાથી ગુંડાગીરી કરનારને વધુ હિંમત મળે છે.

ચીન ભારતની સાથે મજબૂત રીતે ઊભું રહેશે. ભારત અને ચીન વચ્ચેની ભાગીદારીને પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવીને ચીની રાજદૂતે જણાવ્યું હતું કે વિશાળ કદ ધરાવતા આ બંને પડોશી એકતા અને સહકાર જરૂરી છે, તે સહિયારો વિકાસનો હેતુ હાંસલ કરવાનો એકમાત્ર રસ્તો છે. ચીન અને ભારતની મિત્રતાથી સમગ્ર એશિયાને લાભ થશે.

આપણે એશિયામાં આર્થિક વિકાસના ડબલ એન્જિન છીએ. ચીનના વિદેશ પ્રધાન વાંગ યી અને પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડાર વચ્ચે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવા માટે ઇસ્લામાબાદમાં ગુરુવારે બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી બંને દેશો ઔદ્યોગિક, કૃષિ અને માઇનિંગ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારીને મજબૂત કરવા માટે સંમત થયા હતાં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.