વિશ્વના ‘સૌથી દયાળુ જજ’ ફ્રેન્ક કેપ્રિયોનું ૮૮ વર્ષની વયે અવસાન

વોશિંગ્ટન, વિશ્વના ‘સૌથી દયાફ્રુ જજ’ તરીકે જાણીતા અમેરિકન ન્યાયાધીશ ફ્રેન્ક કેપ્રિયોનું ૮૮ વર્ષની વયે અવસાન થયું છે. તેમના પરિવારે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી હતી. તેઓ કેન્સરથી પીડાતા હતા. જો તમે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો તો ક્યારેક ને ક્યારેક તમે તેમને કોર્ટમાં પ્રેમાળ અને કરુણાપૂર્ણ ચુકાદા આપતા જોયા કે સાંભળ્યા હશે.
તેમને હંમેશા તેમના દયાળુ સ્વભાવ માટે લોકો યાદ રાખશે.અમેરિકાના રહ્ોડ્સ આઇલેન્ડ ખાતે રહેતા અને ૧૯૩૬માં જન્મેલા કેપ્રિયોએ ૨૦૨૩માં નિવૃત્તિ લેતા પહેલા લગભગ ચાર દાયકા સુધી ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી.
આ દરમિયાન તેઓ ભૂલો પ્રત્યે ઉદાર વલણ માટે જાણીતા બન્યા હતા. તેમનો કોર્ટરૂમ રિયાલિટી ટીવી શો ‘કાટ ઇન પ્રોવિડન્સ’ વર્ષ ૨૦૦૦માં શરૂ થયો હતો.
આ જ શોથી તેઓ વિશ્વભરમાં લોકપ્રિય બન્યા હતા, જેમાં કેસની સુનાવણી કરવાની અનોખી શૈલી દર્શાવવામાં આવી હતી. તેમનો એક ભાવુક કરી દેતો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો જેમાં તેમણે એક વૃદ્ધ વ્યક્તિનું ઓવરસ્પીડિંગ ચલણ માફ કર્યું હતું. કેસની વાત કરીએ તો આવું પહેલી વાર હતું જ્યારે વૃદ્ધે કારને સ્પીડ લિમિટ કરતા ફાસ્ટ હંકારી હતી.
વૃદ્ધની દલીલ સાંભળ્યા બાદ કેપ્રિયોએ કેસ ડિસમિસ કર્યાે હતો. કેપ્રિયોના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ હતા, જેઓ તેમને ‘વિશ્વના શ્રેષ્ઠ ન્યાયાધીશ’ માનતા હતા. જજ બનતા પહેલા તેમણે બૂટ પોલિશ અને અખબાર પહોંચાડવા સહિત ઘણી નોકરીઓ કરી હતી.SS1MS