ઓનલાઈન ગેમિંગ બિલ સંસદમાં પસાર ૩.૮ અબજ ડોલરના ગેમિંગ ઉદ્યોગને ફટકો પડશે

નવી દિલ્હી, રાજ્યસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ ૨૦૨૫ પસાર થઇ ગયું છે. હવે આ બિલને સંસદની મંજૂરી મળી ગઇ છે. આ બિલમાં ઓનલાઈન મની ગેમિંગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાશે.
હવેથી રીયલ મની ઓનલાઈન ગેમ્સ ગુનો ગણાશે અને આવી કંપનીઓને ત્રણ વર્ષની જેલ તથા રૂ. એક કરોડનો દંડ થશે. કેન્દ્ર સરકારના આ કાયદાને લીધે દેશની સંખ્યાબંધ મની ગેમિંગ તથા ફેન્ટસી એપનું ભાવિ અનિશ્ચિત બન્યું છે. બિલને લીધે દેશના ૩.૮ અબજ યુએસ ડોલરના ગેમિંગ ઉદ્યોગને ફટકો પડશે.કેન્દ્રએ ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધની સાથે તેનો પ્રચાર અને નાણાકીય લેવડદેવડ કરતા હિતધારકો સામે પણ લાલ આંખ કરીને તેમને કાયદાના દાયરામાં આવરી લીધા છે.
ઓનલાઈન બેટિંગ ગેમ્સને લીધે માનસિક તણાવની સાથે આર્થિક નુકસાનનું જોખમ પણ છે. ભારતમાં સંખ્યાબંધ બેટિંગ એપ્સ સક્રિય છે અને આ પ્લેટફોર્મ્સ દ્વારા વિદેશમાંથી પણ ભંડોળ એકત્રિત કરાયું છે. આવી કેટલીક એપ્સમાં ડ્રીમ૧૧, ગેમ્સ૨૪ઠ૭ તથા મોબાઈલ પ્રીમિયર લીગ વગેરેનો સમાવેશ થાય છે.
ઓનલાઈન ગેમિંબ બિલ મંગળવારે લોકસભામાં તથા તેના બીજા દિવસે રાજ્યસભામાં પસાર થયું હતું. હવે આ બિલને રાષ્ટ્રપતિ સમક્ષ હસ્તાક્ષર માટે મોકલવામાં આવશે.
રાષ્ટ્રપતિની સહી બાદ તે કાયદો બની જશે.ઓનલાઈન મની ગેમમાં યુઝર સૌપ્રથમ નાણાં જમા કરાવે છે અને બાદમાં તે વધુ નાણાં મેળવવાની અપેક્ષા સાથે ગેમ રમે છે.
આ પ્રકારની ગેમ્સનો ક્રિકેટર્સ અને ફિલ્મ કલાકારો સહિતના સેલિબ્રિટીઝ કરતાં હોવાથી લોકોનું આકર્ષણ વધ્યું હતું. પિચબુકના ડેટા મુજબ ડ્રીમ૧૧ જે ક્રિકેટ સાથે સંકળાયેલી મની ગેમિંગ એપ છે તેનું મૂલ્ય આઠ અબજ યુએસ ડોલરનું છે.
યુઝર રૂ. આઠ (૧૦ યુએસ સેન્ટ) સાથે પોતાની ટીમ તૈયાર કરી શકે છે અને તેમાં કુલ વિજેતા ઈનામની રકમ રૂ. ૧૨ લાખ (૧૪,૦૦૦ ડોલર) છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન આ એપની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. એમપીએલનું મૂલ્ય ૨.૫ અબજ ડોલરનું છે.SS1MS