આસામમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોનું નવું આધાર કાર્ડ નહીં બને

દિસપુર, આસામમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે નવા આધાર કાર્ડ બનાવવામાં આવશે નહીં. આસામ કેબિનેટે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતાથી રોકવા માટે આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું કે, રાજ્યમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના જે લોકો પાસે હજુ સુધી આધાર કાર્ડ નથી તેમને અરજી કરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવશે. અનુસૂચિત જાતિ , અનુસૂચિત જનજાતિ અને ચા જનજાતિના ૧૮+ વયના લોકો એક વર્ષ માટે આધાર કાર્ડ બનાવી શકશે.આસામમાં કેટલીક ખાસ વર્ગાે સિવાય બધા પાસે આધાર કાર્ડ છે.
હવે નવા આધાર કાર્ડ ફક્ત ખૂબ જ ખાસ કિસ્સાઓમાં ડેપ્યુટી કમિશનર (ડીસી) દ્વારા જારી કરવામાં આવશે, જેથી ગેરકાયદે ઘુસણખોરો તરફથી આવતી અરજીઓ પર કડક દેખરેખ રાખી શકાય.
મુખ્યમંત્રી ઉમેર્યું કે, અમે સતત સરહદ પર બાંગ્લાદેશી નાગરિકોને પાછા મોકલ્યા છે. કોઈ ગેરકાયદે વિદેશી આસામમાં આવીને આધાર કાર્ડ ના મેળવી શકે અને પોતાને ભારતીય નાગરિક ના સાબિત કરી શખે તેવી ખાતરી કરવા માંગીએ છીએ.SS1MS