સંપૂર્ણ સ્વતંત્રતા જોઇતી હોય તો લગ્નના બંધનમાં પડવાની જરૂર નથીઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, લગ્નજીવનમાં પતિ કે પત્ની એમ કહી શકે કે તેઓ તેમના જીવનસાથીથી સંપૂર્ણપણે સ્વતંત્ર રહેવા માંગે છે. જો કોઈ સ્વતંત્ર રહેવા માંગતું હોય, તો તેને લગ્ન ન કરવા જોઈએ. લગ્નનો અર્થ બે આત્માઓ, વ્યક્તિઓનું મિલન છે.
લગ્ન કર્યા પછી એકબીજાથી સ્વતંત્ર રહી શકાય નહીં તેવી માર્મિક ટકોર સુપ્રીમ કોર્ટે કરી હતી. બે સગીર બાળકો હોવા છતાં અલગ થયેલા એક દંપતીના કેસની સુનાવણી કરતાં જસ્ટિસ બી વી નાગરત્ના અને જસ્ટિસ આર મહાદેવનની ખંડપીઠે જણાવ્યું હતું કે દરેક પતિ-પત્નીને એકબીજા સાથે કોઈને કોઈ વિવાદ તો હોય છે.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયેલી પત્નીએ જણાવ્યું હતું કે એક હાથે તાળી ન વાગી શકીએ. જોકે બેન્ચે જણાવ્યું હતું કે અમે ફક્ત તમને જ નહીં, પણ તમને બંનેને કહી રહ્યાં છીએ. મહિલાએ દાવો કર્યાે હતો કે તેનો પતિ સિંગાપોરમાં રહે છે અને હાલમાં ભારતમાં છે, તે ફક્ત મુલાકાતનો અધિકાર અને બાળકોની કસ્ટડીની માંગ કરે છે, પરંતુ વિવાદ ઉકેલવા તૈયાર નથી.
મહિલાના આવા દાવા પછી ખંડપીઠે જણાવ્યું હતું કે તમે સિંગાપોર કેમ પાછા નથી જતા? બાળકો સાથે સિંગાપોર પાછા ફરવામાં તમારા માટે શું મુશ્કેલી છે?” આના જવાબમાં મહિલાએ જણાવ્યું હતું કે સિંગાપોરમાં પતિના કૃત્યોને કારણે તેના માટે પાછા ફરવું અત્યંત મુશ્કેલ છે.
તેને અલગ થયેલા પતિ તરફથી કોઈ ભરણપોષણ મળ્યું નથી. પતિના વકીલે કહ્યું હતું કે પતિ અને પત્ની બંને પાસે સિંગાપોરમાં શ્રેષ્ઠ નોકરીઓ હતી, પરંતુ બાદમાં બાળકો સાથે સિંગાપોર પાછા ફરવાનો ઇનકાર કર્યાે હતો.
આ પછી કોર્ટે મહિલા અને બાળકો માટે અમુક રકમ ડિપોઝિટ કરવાનો પતિને આદેશ આપવાનું સૂચન કર્યું હતું. જોકે મહિલાએ જણાવ્યું હતું કે તે કોઈના પર નિર્ભર રહેવા માંગતી ન હતી.
ન્યાયાધીશ નાગરત્નાએ જણાવ્યું હતું કે તમે એમ ન કહી શકો કે હું કોઈના પર નિર્ભર રહેવા માંગતી નથી. તો પછી તમે લગ્ન કેમ કર્યા. હું કદાચ જૂની વિચારસરણીની હોઈશ, પણ કોઈ પત્ની એમ ન કહી શકે કે હું મારા પતિ પર નિર્ભર રહેવા માંગતી નથી.SS1MS