દાહોદ પંથકમાં બે માસુમ બાળકો સાથે પિતાનો ઝાડ પર લટકીને આપઘાત

દાહોદ, દાહોદ તાલુકાના કઠલા ગામે સામૂહિત આત્મહત્યાની એક હૃદયદ્રાવક ઘટના આવી સામે છે, જ્યાં પિતાએ પોતાના બે પુત્ર સાથે ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ છે.
જેમાં દાહોદના ખંગેલા ગામમાં રહેતા અને ગુજરાતમાં મજુરી કામ કરતો અરવિંદ હિમલાભાઈ વહોનિયા દાહોદ તાલુકાના કઠલા ગામમાં રહેતો હતો તેને સંતાનમાં બે બાળકો અને એક બાળકી હતી, જેમાં અરવિંદ હિમલા વહોનિયા બે દિવસ પહેલા અન્ય જિલ્લામાંથી મજુરી કામ કરી પોતાના વતન ગામે આવ્યો હતો તેના પરિવાર સાથે અને બીજા દિવસે પોતાની બહેનને મળવા મધ્યપ્રદેશના માંડલી ગામે ગયો હતો.
જ્યાં બહેન પાસેથી ૫૦૦ રુપિયા લઇને પરત આવવા રવાના થયો હતો.અરવિંદ બહેનના ઘરેથી પરત આવવા નીકળ્યો હકો પરંતું ઘરે ન આવતા પરિવારજનો તેની શોધખોળમાં લાગ્યા હતા.
આજે સવારે કઠલા ગામના છાયણ ફળિયામાં ખેતરમાં ઝાડ સાથે બે બાળકો અને યુવક ફાંસી ખાધેલી હાલતમાં લટકતો હોવાની જાણકારી મળતા લોકો ત્યાં એકઠા થયા હતા. જ્યાં તેનું બાઇક પણ પણ ઘટનાસ્થળે પડેલી જોવા મળ્યું હતું. મરણ જનારની તપાસ આદરતા અરવિંદ વહોનિયા અને તેના બે બાળકો ૮ વર્ષીય રવિ વોહનિયા અને ૬ વર્ષીય સુરેશ વોહનિયા હોવાનું જાણકારી મળી હતી અને તેના પરીવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ ઘટનાની જાણ પોલીસને કરાતા કતવારા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી, પોલીસે પરિવારજનોની હાજરીમા પંચનામું કરી ત્રણેય ડેડબોડી ઓને નીચે ઉતારી પીએમ અર્થે કતવારા સી.એચ.સી કેન્દ્ર ખાતે મોકલી આપી હતી. આ મામલે મરણ જનાર યુવકે પોતાના બે બાળકો સાથે કેમ આપઘાત કર્યાે તે રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.
પોલીસ આ મામલે તપાસ ચલાવી રહી છે. મરણ જનાર રવીન્દ્ર વોહનિયા એ કેમ પોતાના બે બાળકો સાથે આપઘાત કર્યાે તે અંગે પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે. આ ઘટનાને પગલે પરિવારજનોમાં માતમ છવાયો છે.આ અંગે મૃતકના સ્વજન રાહુલભાઈએ જણાવ્યું હતું કે, ગઇકાલે મારો ભાઇ મારી બેનને ત્યા જવા નીકળ્યો હતો અને ત્યાં પહોંચ્યા બાદ અમારી ફોનમાં પણ વાત થઇ હતી.
જે બાદ તે પરત આવવા નીકળ્યો ત્યારે પણ ફોનમાં વાત થઇ હતી. એણે મારી બેન પાસેથી ૫૦૦ રુપિયા લીધા હોવાનું પણ જણાવ્યું હતું. જે બાદ તે મોડીરાત સુધી પરત ફર્યાે નહોતો.
જે બાદ અમને સવારે ખ્યાલ આવ્યો કે એણે તેના પુત્રો સાથે આત્મહત્યા કરી લીધી છે.આ મામલે દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે, કઠલા ગામે ત્રણ બોડી મળી હતી, જે ખંગેલા ગામના રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં પિતાએ બે સંતાનોને મારીને પોતે આત્મહત્યા કરી છે. આ સમગ્ર ઘટના પાછળ પારિવારિક કંકાસ હોવાનું અનુમાન છે. જોકે, આગળની તપાસ હજી ચાલુ છે.SS1MS