Western Times News

Gujarati News

સની અને બોબી દેઓલ ફરી ‘અપને ટુ’માં જોવા મળશે

મુંબઈ, સની દેઓલ અને બોબી દેઓલની ફિલ્મ ‘અપને’ની સીકવલ ‘અપને ટુ ‘ બનશે એ કન્ફર્મ થઈ ગયું છે. દિગ્દર્શક અનિલ શર્માએ જ કન્ફર્મ કર્યું છે કે તેઓ ‘અપને ટુ’ બનાવવાના છે. અનિલ શર્માએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ‘અપને ટુ’ ચોકક્સ બનશે.

વાસ્તવમાં ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખાઈ ચૂકી છે. જોકે, હાલ હું અન્ય કેટલાક પ્રોજેક્ટસમાં વ્યસ્ત છું એટલે શૂટિંગ તરત શરુ કરવાનું શક્ય નહિ બને. અનિલ શર્મા અને દેઓલ પરિવારના સંબંધો બહુ જુના છે. તેમના સંબંધોની શરૂઆત ધર્મેન્દ્રની ૧૯૮૭ની હિટ ફિલ્મ ‘હુકુમત’થી થઇ હતી.

બસ ત્યાર પછી આ પરિવારે અનિલ શર્મા સાથે ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના અંગત અને વ્યવસાયિક બન્ને સંબંધો બહુ સારા હોવાનું કહેવાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.