કુતરાઓને જાહેરમાં ખવરાવનાર સામે દંડનીય કાર્યવાહી થઈ શકે છે

પ્રતિકાત્મક
અમદાવાદના વસ્ત્રાલ અને લાંભામાં રખડતા કુતરાઓને રાખવા માટે શેલ્ટર તૈયાર કરાશે
(પ્રતિનિધિ) અમદાવાદ, સુપ્રિમ કોર્ટ દ્વારા દિલ્હીમાં શેરી કુતરાઓ માટે શેલ્ટર બનાવવા માટે આદેશ કરવામાં આવ્યો હતો તેને રિવાઈઝ કરવામાં આવ્યો છે નવા હુકમ મુજબ દિલ્હીમાં પણ અમદાવાદની જેમ રખડતા કુતરાઓને ખસીકરણ કર્યા બાદ તેમને મુળ સ્થાને છોડવામાં આવશે
આ ઉપરાંત કુતરાઓના જાહેરમાં ફિડીંગ આપવામાં આવે છે તેની સામે કોર્ટ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટના આ આદેશનું સીધી અસર અમદાવાદ શહેરમાં પણ થશે જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી ખસીકરણ પ્રોગ્રામ ચાલી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં સૌ પ્રતમ ૨૦૦૫માં એનિમલ બર્થ કંટ્રોલ કાર્યક્રમ શરૃ કરવામાં આવ્યો પરંતુ આ પ્રોગ્રામના સાચા પરિણામ છેલ્લા ૬-૭ વર્ષમાં જ મળ્યા છે. છેલ્લા છએક વર્ષથી ખસીકરણ પ્રોગ્રામમાં ગતી આવી છે
જેના કારણે કુતરાઓનું સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને એક સમયે જાહેર માર્ગ પર આઠ દસ ગલુડીયા એક સાથે જોવા મળતા હતા જે હવે લગભગ બંધ થઈ ગયુ છે. અમદાવાદ શહેરમાં હાલ બે લાખ ૧૦ હજાર જેટલા કુતરા છે. સુપ્રિમ કોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો છે તે મુજબ જે કુતરા ભયજનક હોય તેના માટે અલગ શેલટર બનાવવા જરૂરી બનશે. અમદાવાદ શહેરમાં હાલ આ પ્રથા ચાલી રહી છે પંરતુ તેનો વ્યાપ વધારવો જરૂરી બનશે.
મ્યુનિસિપલ ઢોર ત્રાસ અંકુશ વિભાગના ડાયરકટર નરેશ રાજપુતનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે જે કુતરા ત્રણથી ચાર વ્યક્તિને કરડ્યા હાય તેવા કુતરાને શેલ્ટર હોમ લઈ જવામાં આવે છે અને પંદર દિવસ બાદ તેને ફરીથી તેના મુળ સ્થાને મોકલી આપવામાં આવે છે.
આવા કુતરાઓને કાયમી ધોરણે શેલ્ટર હોમમાં રાખવા બાબતે નવી વ્યવસ્થા તૈયાર કરવી પડશે મ્યુનિસપલ કોર્પરેશન દ્વારા વસ્ત્રાલમાં ગાયને રાખવા માટે પોન્ડ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં થોડા ફેરફાર કરી અંદાજે ૨૦૦ જેટલા કુતરા રાખી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે
આ ઉપરાંત લાભા ઈન્દરીનગર ખાતે પણ ૨૦૦ કુતરા એક સાથે રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. સુપ્રિમ કોર્ટ દ્વારા કુતરાઓને જાહેરમાં ખોરાક ન આપવા આદેશ કરવામાં આવ્યો છે
તેના માટે ખાસ નિયમ છે જે મુજબ કુતરાઓને જાહેરમાં રોટલી કે ભાખરી કે બિસકીટ કે અન્ય કોઈપણ ખોરાક આપવામાં આવે તો તે વ્યક્તિને રૂ.૨૦૦ સુધીનો દંડ થઈ શકે છે. પરંતુ તેનો અમલ કેન્દ્ર સરકારના પરીપત્ર બાદ થઈ શકે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.