Western Times News

Gujarati News

વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫ યોજાશે

૨૪મી ઓગસ્ટે ઉદ્ઘાટન સંભારંભ અને ૨૫થી ૩૧ ઓગસ્ટ સુધી યોજાશે સ્પર્ધાઓ

૩૦ કોમનવેલ્થ દેશોના ૨૯૧ એથલિટ્સ ભાગ લેશે, ગ્લાસગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ની ક્વોલિફાયર ઇવેન્ટ હશે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫

વખતના કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ અને પદ્મ શ્રી તથા રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ વિજેતા શ્રી મીરાબાઈ ચાનું સહિતના ભારતીય એથલિટ્સ સ્પર્ધાને રોમાંચક બનાવશે

૧૪૪ જેટલા મેડલ્સ માટે કોમનવેલ્થ સિનિયર, જુનિયર અને યુથ વેઇટલિફ્ટિંગ સ્પર્ધાઓમાં એથલિટ્સ લેશે ભાગ

અનેકવિધ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય રમત-ગમત સ્પર્ધાઓનું આયોજન કરીને અમદાવાદ શહેર અને ગુજરાત રાજ્ય ઓલિમ્પિક ૨૦૩૬ના આયોજન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા સતતપણે દર્શાવી રહ્યું છે ત્યારે આગામી ૨૪ ઓગસ્ટથી શહેરમાં વધુ એક આંતરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા યોજાવા જઈ રહી છે.

અમદાવાદના નારણપુરા ખાતે નિર્માણ પામેલા આંતરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ધરાવતા વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫ નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ૨૪મી ઓગસ્ટના રોજ સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે અને ૨૫થી ૩૧ ઓગસ્ટ દરમિયાન સ્પર્ધાઓ યોજાશે.

કેન્દ્ર સરકારના યુથ અફેર્સ અને રમત મંત્રાલય, રાજ્ય સરકારના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ (સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત) અને ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાનારી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫ સ્પર્ધામાં ૩૦ કોમનવેલ્થ દેશોના ૨૯૧ એથલિટ્સ ભાગ લેશે. એટલું જ નહીં, ગ્લાસગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ની ક્વોલિફાયર ઇવેન્ટ પણ હશે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫ સ્પર્ધા.

૩ વખતના કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ, પદ્મ શ્રી તથા રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ વિજેતા અને ટોક્યો ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા શ્રી મીરાબાઈ ચાનું સહિતના ભારતીય એથલિટ્સ ભારતને મેડલ અપાવવા સ્પર્ધામાં પરસેવો પાડતા જોવા મળશે.

પ્રેસ બ્રિફિંગના માધ્યમથી સ્પર્ધાના આયોજન, સ્પર્ધકો સહિતની વિવિધ બાબતો અંગે ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રી સહદેવ યાદવ અને સીઈઓ અશ્વની કુમાર અને કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫ના ડાયટેક્ટર ઓફ કોમ્પિટિશન્સ શ્રી કુંબાસી સુબ્રમણ્યએ માહિતી પૂરી પાડી હતી.

પ્રેસ બ્રિફિંગ દરમિયાન મીડિયા કર્મીઓ સહિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના પ્રતિનિધિઓ અને રમત વિકાસ અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.