કેન્દ્ર સરકાર બંગાળની જનતા માટે પૈસા મોકલે છે, પરંતુ જાય છે TMC પાસે: PM

વડાપ્રધાન મોદીએ કોલકાતામાં ૫,૨૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
કોલકાતા, બિહારના ગયાજી પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાને મોટી ભેટ આપી છે. વડાપ્રધાને ૫,૨૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આમાં મુખ્યત્વે ત્રણ નવા મેટ્રો રૂટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હાવડા સ્ટેશન પર સબવેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ૭.૨ કિમી લાંબા કોના એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
જાહેર સભાને સંબોધતા વડા પ્રધાને કહ્યું કે ભારત સમગ્ર વિશ્વમાં ત્રીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક ધરાવે છે. વડાપ્રધાને એમ પણ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવે તે જરૂરી છે જેથી કેન્દ્ર સરકાર પ.બંગાળની જનતા માટે જે પૈસા મોકલે છે તે કોઇપણ અવરોધ વિના તેમના સુધી પહોંચી શકે
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડા પ્રધાન મોદીના કાર્યક્રમમાં હાજરી આપી ન હતી. પરંતુ, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મેટ્રો રૂટના ઉદ્ઘાટન વિશે Âટ્વટ કર્યું. તેમણે લખ્યું, ‘ભારતના રેલ્વે પ્રધાન તરીકે, મને કોલકાતામાં અનેક મેટ્રો રેલ કોરિડોરનું આયોજન અને મંજૂરી આપવાનું સૌભાગ્ય મળ્યું. તે મારું સૌભાગ્ય હતું કે મેં દરેક સ્તરે કામ કર્યું.
મને ગર્વ છે કે પાછળથી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે, મેં આ પ્રોજેક્ટ્સના અમલીકરણમાં સક્રિય ભૂમિકા ભજવી.’પ્રધાનમંત્રીએ કહ્યું, મેં નોઆપરા-જય હિંદથી વિમાનબંદર સુધીની મેટ્રોનો આનંદ માણ્યો છે. આ સમય દરમિયાન, મને ઘણા સાથીદારોને મળવાની તક મળી. દરેક વ્યક્તિ ખુશ છે કે કોલકાતાના જાહેર પરિવહનનું આધુનિકીકરણ થઈ રહ્યું છે.
છ લેનવાળા કોના એક્સપ્રેસવેનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો. હજારો કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ્સ માટે કોલકાતા અને બંગાળના લોકોને અભિનંદન.તેમણે કહ્યું, કોલકાતા જેવા શહેરો ભારતના ઇતિહાસ અને આપણા ભવિષ્ય બંનેની સમૃદ્ધ ઓળખ છે. જ્યારે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ડમ ડમ, કોલકાતા જેવા શહેરોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તેથી, મેટ્રોના ઉદ્ઘાટન અને એક્સપ્રેસવેના શિલાન્યાસ કરતાં આજનો સંદેશ મોટો છે. આ ઘટના એ વાતનો પુરાવો છે કે આજનું ભારત તેના શહેરોને કેવી રીતે બદલી રહ્યું છે. આજે ભારતના શહેરોમાં ગ્રીન મોબિલિટી માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઇલેક્ટિÙક ચા‹જગ પોઇન્ટ અને ઇલેક્ટિÙક બસોની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.
વસ્તીની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ દેશના સૌથી મોટા રાજ્યોમાંનું એક છે. તેથી, જ્યાં સુધી બંગાળનો વિકાસ નહીં થાય, ત્યાં સુધી વિકસિત ભારતની યાત્રા સફળ થશે નહીં. તેથી, છેલ્લા અગિયાર વર્ષોમાં, કેન્દ્ર સરકારે બંગાળના વિકાસ માટે સતત દરેક પ્રકારની મદદ પૂરી પાડી છે. ભારત સરકારે પશ્ચિમ બંગાળને રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ માટે કોંગ્રેસની યુપીએ સરકારોએ તેમના ૧૦ વર્ષમાં આપેલા પૈસા કરતાં ત્રણ ગણા વધુ પૈસા આપ્યા છે.