બિહારમાં ટ્રક-રીક્ષા અથડાતાં 8ના મોત, 5 ગંભીર

ગંગાસ્નાન માટેનો “ધાર્મિક પ્રવાસ” એક આપત્તિમાં ફેરવાઈ ગયો.
પાટણા: બિહારના પટણા જિલ્લામાં શનિવારે વહેલી સવારે ટ્રક અને ઓટો-રિક્ષાની ભયાનક ટક્કરમાં આઠ લોકોના મોત થયા હતા, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પોલીસ મુજબ, આ દુર્ઘટના સવારે અંદાજે 6 વાગ્યે બની હતી, જ્યારે નાલંદા જિલ્લાના માલમા ગામના ભક્તોને લઈ જતું ઓટો ગંગાસ્નાન માટે જઈ રહ્યું હતું. તે સમયે એક બેફામ ટ્રક ઓટો સાથે અથડાયું. અકસ્માત એટલો જોરદાર હતો કે ઓટો સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો.
આ દુર્ઘટના શાહજહાંપુર રેલવે હોલ્ટ નજીક બની હતી. ઘટનાની જાણ થતાં જ ગામલોકોએ તરત જ પોલીસને બોલાવી હતી. પોલીસે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી. ઘાયલોને પ્રથમ નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે તેમને પટનાનાના નાલંદા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા.
राजधानी #पटना से बड़ी खबर सामने आ रही है।
सुबह सुबह सड़क हादसे में 5 महिलाओं की मौत हो गई है।
ऑटो और हाइवा के जबरदस्त टक्कर से इलाके में सनसनी फैल गई है।
घटना के बाद मौके पर हड़कंप मच गया। #PatnaNews #PATNA pic.twitter.com/qF8ITdgqrg
— DINESH SHARMA (@medineshsharma) August 23, 2025
સાક્ષીઓએ જણાવ્યું કે અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર વાહન સાથે ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર ડ્રાઈવરનો પીછો કરવા માટે તપાસ શરૂ કરી છે અને હાઈવેના CCTV ફૂટેજ ચકાસી રહી છે.
પોલીસ મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. કેટલાક ઘાયલોએ પોતાનું નામ જણાવ્યું હતું, જેના આધારે તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.
અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકોએ આ દૃશ્યને “ભયાનક” ગણાવ્યું અને જણાવ્યું કે ગંગાસ્નાન માટેનો “ધાર્મિક પ્રવાસ” એક વિપત્તિમાં ફેરવાઈ ગયો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “અત્યાર સુધી અમે બચાવ અને રાહત કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દોષી ડ્રાઈવરને ઝડપથી ઝડપી લેવામાં આવશે. ટ્રક અને ડ્રાઈવર શોધવા માટે તપાસ શરૂ કરી છે.”
અધિકારીએ ઉમેર્યું કે, “હાલમાં મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને તેઓ હોસ્પિટલ પહોંચવાના છે. પરિવારજનોએ ફરિયાદ આપ્યા બાદ દોષી ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવશે.”