Western Times News

Gujarati News

ઉત્તરાખંડના ચમોલીમાં અડધી રાત્રે આભ ફાટ્યું, થરાલી ગામમાં તબાહી

ચમોલી, ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલી વિસ્તારમાં શુક્રવારે (૨૨ ઓગસ્ટ) મોડી રાત્રે વાદળ ફાટવાની ઘટનામાં ભારે વિનાશ સર્જાયો હતો.

વાદળ ફાટવાના કારણે થરાલી શહેર, આસપાસના ગામડાઓ અને બજારોમાં જનજીવન ખોરવાઈ ગયું હતું. ભારે વરસાદના કારણે અનેક ઘર, દુકાન અને રસ્તાઓ કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. વહીવટી તંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગી છે.

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલી વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે વાદળ ફાટવાની થરાલી શહેર, આસપાસના ગામડાઓ અને બજારોમાં જનજીવન ખોરવાઈ ગયું હતું. ભારે વરસાદ અને કાટમાળને કારણે ઘણા ઘરો, દુકાનો અને રસ્તાઓને નુકસાન થયું છે. વહીવટીતંત્ર અને જીડ્ઢઇહ્લ ટીમો રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલી છે.

વાદળ ફાટવાની સૌથી વધુ અસર થરાલી બજાર, કોટદીપ અને તહસીલ પરિસરમાં જોવા મળી હતી. અહીં કાટમાળ તહસીલ પરિસર, એસડીએમ આવાસ સહિતના અનેક ઘરોમાં ઘૂસી ગયો હતો. તહસીલ પરિસરમાં પાર્ક કરેલા ઘણા વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

શહેરના રસ્તાઓ કાટમાળથી એટલા ભરાઈ ગયા હતા કે તે તળાવ જેવા દેખાવા લાગ્યા હતા. નજીકના સાગવારા ગામમાં એક યુવતીનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ હતી અને લોકો જીવ બચાવવા માટે ઘરની બહાર નીકળી ગયા હતા. પોલીસ અને વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક રાહત કાર્ય માટે ગામમાં પહોંચી ગઈ હતી.

ચેપડો બજારમાં કાટમાળને કારણે ઘણી દુકાનોને નુકસાન થયું હતું. આ ઉપરાંત, એક વ્યક્તિ ગુમ હોવાના અહેવાલ છે, જેના કારણે સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે.

ભારે વરસાદ અને કાટમાળને કારણે, થરાલી-ગ્વાલદમ માર્ગ મિંગ્ગદેરા નજીક બંધ થઈ ગયો છે. આ ઉપરાંત, થરાલી-સગવાડા માર્ગ પણ અવરોધિત છે. આ બે રસ્તાઓ બંધ થવાને કારણે, વિસ્તારમાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગૌચરથી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચનાઓ આપી છે. બોર્ડર રોડ્‌સ ઓર્ગેનાઇઝેશનની ટીમ મિંગ્ગદેરા પાસે રસ્તો ખોલવાનો પ્રયાસ કરે છે, જેથી ટ્રાફિક અને રાહત કાર્ય ટૂંક સમયમાં ફરી શરૂ કરી શકાય.

જિલ્લા વહીવટીતંત્રએ સલામતીને ધ્યાનમાં રાખીને થરાલી તાલુકાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોને શનિવાર (૨૩ ઓગસ્ટ ૨૦૨૫) માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. સંદીપ તિવારીએ જણાવ્યું હતું કે પોલીસ અને વહીવટીતંત્રની ટીમો સતત સ્થળ પર હાજર છે અને રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.