Western Times News

Gujarati News

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હિંસક અથડામણ, અનેક વાહનોમાં આગચંપી

મુંબઈ, મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરના સિદ્ધાર્થ નગર વિસ્તારમાં મંગળવારે રાત્રે બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. હકીકતમાં, ભારત તરુણ મંડળ આયોજીત રાજેબાગસ્વર ફૂટબોલ ક્લબની ૩૧મી વર્ષગાંઠ પર સિદ્ધાર્થ નગર ચોકમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ માટે બપોરથી જ વિસ્તારમાં ફ્લેક્સ પોસ્ટર, બેનરો અને સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવી હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી હતી.

કાર્યક્રમ શરુ થતાં પહેલા સાંજ સુધીમાં આ વિવાદે ગંભીરરુપ ધારણ કર્યું હતું. રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ સિદ્ધાર્થ ચોક ખાતે બંને સમુદાયના સેંકડો લોકો સામસામે આવી ગયા અને પથ્થરમારો શરૂ થયો હતો. ટોળાએ રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ગાડીઓને પણ નિશાન બનાવી હતી.

આ દરમિયાન, બે વાહનોને આગ ચાંપી દીધી હતી અને લગભગ ૬ વાહનોની તોડફોડ કરવામાં આવી. કેટલાક વાહનોને પલટી મારીને આગ ચાંપી ચાંપવામાં આવી હતી.

તણાવ વચ્ચે બંને પક્ષના લોકો જય ભીમ ના નારા લગાવી રહ્યા હતા. તેમજ આ વિસ્તારમાં લગાવવામાં આવેલા ડિજિટલ ફ્લેક્સ પોસ્ટરોને પણ તોડી નાખવામાં આવ્યા હતા. ઘટના દરમિયાન સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં લગભગ ૮ લોકો ઘાયલ થયા છે.

પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તણાવપૂર્ણ વાતાવરણને ધ્યાનમાં રાખીને ૨૦૦ થી વધુ પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે.

કોલ્હાપુરના એસપી યોગેશ કુમાર ગુપ્તાએ જણાવ્યું કે, આ ઘટના પરસ્પર ગેરસમજનું પરિણામ છે. તેમણે લોકોને કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.