Western Times News

Gujarati News

કાળા બજારીયાઓના કારણે ગુજરાતમાં યુરિયા ખાતરની અછત

સુરત, તાજેતરમાં ગુજરાતભરમાં યુરિયા ખાતરની અછત ઊભી થતા આ મુદ્દે સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલે મોટું નિવેદન આપ્યું છે.હકીકતમાં તાજેતરમાં સુરત જિલ્લા કલેકટર કચેરીએ ખાતે મળેલી સંકલન બેઠક તેમને ખેડૂતોના આ મુદ્દે રજૂઆત કરી હતી. જે બાદ તેઓએ આ નીવેદન આપ્યું આપ્યું છે.

મુકેશ દલાલે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, કાળા બજારીયાઓના કારણે યુરિયા ખાતરની અછત ઉભી થાય છે. આ ઉપરાંત તેઓએ આ અંગે કેન્દ્રિય મંત્રી જે.પી. નડ્ડા સમક્ષ પણ રજૂઆત કર્યાની વાત કહી હતી. ત્યારે યુરિયા ખાતરની ચોરી કરનારા તત્વોને સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

નોંધનીય છે કે, સાસંદ મુકેશ દલાલે આ નીવેદન સુરત જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અને નિવાસી કલેકટર વિજય રબારીની અધ્યક્ષતામાં સુરત જિલ્લા કલેકટર કચેરીએ ખાતે મળેલી સંકલન મહત્વની બેઠકની બાદ આપ્યું છે. આ બેઠકમાં ધારાસભ્યો, સાંસદ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંકલન બેઠકમાં જન પ્રતિનિધિ તરીકે સાંસદો અને ધારાસભ્યો દ્વારા અલગ અલગ રજૂઆતો કરવામાં આવી હતી. પ્રજાજન તરફથી મળેલી રજૂઆતોનો ઝડપી નિકાલ થાય તે દિશામાં પ્રયત્ન કરવા માટેની માંગ જન પ્રતિનિધિ તરીકે કરી હતી.

ત્યારે સાંસદ મુકેશ દલાલે યુરિયા ખાતરની અછતનો મુદ્દો રજૂ કર્યો હતો. જે બાદ તેઓએ ખેડૂતોને મળતા યુરિયા ખાતરની કાળા બજારી થતી હોવાની રાવ કરી હતી.આ સાથે યુરિયા ખાતરની કાળા બજારી કરતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ તેઓએ કરી હતી.

આ અંગે સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલે વધુમાં જણાવ્યું હતું કે, ઓલપાડ જિલ્લાની કેટલીક સહકારી મંડળીઓ દ્વારા યુરીયા ખાતરની તીવ્ર અછત મુદ્દે મને રજૂઆત મળી હતી. જે બાદ કેન્દ્રીય ફર્ટિલાઇઝર મંત્રી જે.પી.નડ્ડાને રજૂઆત કરી ધારદાર પડઘો પાડવામાં આવ્યો હતો.

મેં મારી રજૂવાતમાં જણાવ્યું કે,યુરિયાની તીવ્ર અછત ઉભી થાય તો ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકશાન થઈ શકે છે.જેના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જશે.જે રજૂવાત બાદ જે.પી. નડ્ડાના આદેશના પગલે ઓલપાડમાં સાત હજાર યુરિયાની બેગ ઉપલબ્ધ કરાવવા સૂચના આપવામાં આવી હતી.

વધુમાં સાસંદ મુકેશ દલાલે જણાવ્યું કે,હકીકતમાં યુરિયાની અછત નથી.પરંતુ કેટલાક તત્વો દ્વારા યુરિયાનો ઉપયોગ અન્ય હેતુ માટે ચોરીછૂપીથી કરવામાં આવે છે. કાળા બજારીયાઓનાં કારણે જ યુરિયા ખાતરની અછત ઉભી થાય છે.

પેટ્રોલ અને કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં પણ કેટલાક ટ્રક માલિકો દ્વારા ભેળસેળ કરવામાં આવતી હોય છે. પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝ માં પણ યુરિયા ખાતરનો ઉપયોગ થતો હોય છે.જે અલગ પ્રકારનો હોય છે.પરંતુ ખેડૂતોને મળતું યુરિયા ખાતરનો તેમાં ઉપયોગ થતો હોય છે.યુરિયા ખાતર ની ચોરી કરનારા તત્વો ને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહી આવે.જ્યાં આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.