સલમાન ખાનના શો બિગ બોસમાં WWE રેસલર અંડરટેકરની એન્ટ્રી

મુંબઈ, દર વર્ષની જેમ આ વર્ષે અભિનેતા બીગ બોસ શોને હોસ્ટ કરવા જઇ રહ્યા છે. ચાહકો પણ આ શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પહેલા આ શોમાં કયા કયા સ્પર્ધકો ભાગ લેવા જઇ રહ્યા છે તેને લઈને દર્શકોમાં ચર્ચા થઈ રહી હતી. પણ હવે કયા સ્પર્ધકો આ વર્ષે બીગબોસના ઘરમાં એન્ટ્રી લેશે તેના નામ જાહેર થઈ ગયા છે.
હાલમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીને લઈને ઘણા નામ સામે આવી રહ્યા છે પણ હજી સુધી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીને લઈને કોઇના નામની સ્પષ્ટતા થઈ નથી.
રિપોર્ટ પ્રમાણે ડબલ્યુડબલ્યુઈ સ્ટાર અંડરટેકર પણ આ સિઝનમાં જોવા મળી શકે છે. તે વાઇલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી મારી શકે છે. પહેલા એવા રિપોર્ટ્સ આવ્યા હતા કે જાણીતા બોક્સર માઇક ટાયસન સલમાનનો શો ડબલ્યુડબલ્યુઈમાં જોવા મળશે. પણ હવે એવા રિપોર્ટ્સ સામે આવ્યા છે જે જાણીને સનસની પણ મચી ગઈ છે. હવે ડબલ્યુડબલ્યુઈના રિંગ માસ્ટર અંડરટેકર શોમાં એન્ટ્રી કરશે. શોમાં તેમની અપીયરન્સ અંગેના સમાચારો મળી રહ્યા છે.
એક રિપોર્ટ પ્રમાણે તો અંડરટેકર આ શોમાં આ અઠવાડિયે જ એન્ટ્રી લઇ શકે છે. બીજી બાજુ એવા રિપોર્ટ્સ પણ છે કે તે વાઇલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી લઇ શકે છે. જો કે હજી સુધી આ વાતને લઈને મેકર્સ દ્વારા કોઈ સ્પષ્ટતા નથી મળી. જાણવા મળી રહ્યું છે કે અંડરટેકર આ શો માટે મોટી ફી પણ લેશે. હાલ મેકર્સ તેમને અપ્રોચ કરવામાં વ્યસ્ત છે અને જલ્દી જ આ અંગે કોઈ કન્ફર્મેશન પણ આવી શકે છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે જો અંડરટેકર આ શો સાથે જોડાય છે તો તે ડબલ્યુડબલ્યુઈ બે દાયકાના ઇતિહાસના સૌથી વધુ ફી લેનારા સ્પર્ધક બની જશે. અગાઉ ધ ગ્રેટ ખલીએ આ શોમાં સ્પર્ધક તરીકે એન્ટ્રી લીધી હતી. તેને દર અઠવાડિયા માટે ૫૦ લાખ રૂપિયા મળતા હતા.
હવે સ્પષ્ટ છે કે આ વાતને લાંબો સમય થઈ ગયો છે અને અંડરટેકરનો ઔરા પણ અલગ છે. આવી સ્થિતિમાં જો તે શોનો ભાગ બને તો તેઓ બીગબોસના ઇતિહાસના હાઇએસ્ટ પેડ કન્ટેસ્ટન્ટ બની શકે છે.SS1MS