Western Times News

Gujarati News

૪૦૦ કરોડની વોર-૨એ દુનિયામાં કર્યો ધમાકો

મુંબઈ, અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત વોર ૨ની ચર્ચા ખૂબ થઈ રહી છે. દર્શકો ઋતિક રોશન અને જૂનિયર એનટીઆરની જોડી પસંદ આવી રહી છે, પરંતુ ફિલ્મની કહાણી પર સવાલ ઉઠાવતા લોકોની સંખ્યા પણ ઓછી થઈ નથી. ચાલો જાણીએ કે વોર ૨ ફિલ્મ દુનિયાભરમાં કેવું પ્રદર્શન કરી રહી છે, અને બાક્સ આૅફિસ પર ફિલ્મે કેટલી કમાણી કરી છે.

વોરની સિક્વલ સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ૧૪ આૅગસ્ટે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બાક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. હૃતિકરોશન, જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી સ્ટારર આ ફિલ્મ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની ‘કૂલી’ સાથે બાક્સ આૅફિસ પર ટકરાઈ છે.

જણાવી દઈએ કે બંને ફિલ્મ બાક્સ ઓફિસ પર જલવો દેખાડી રહી છે. એ વાત પણ સાચી છે કે બાક્સ આૅફિસના કલેક્શનના મામલે ફિલ્મ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ વોર ૨થી થોડી આગળ નીકળી ગઈ છે.

ઋતિક રોશનની વોર ૨ એક બિગ બજેટ ફિલ્મ છે અને ફિલ્મમાં દરેક કલાકારને દર્શકો ખૂબ વખાણ કરી રહ્યા છે. દુનિયાભરમાં આ ફિલ્મને પ્રેમ મળી રહ્યો છે. ભારતમાં બાક્સ આૅફિસ પર ફિલ્મનું કલેક્શન ૨૪૪ કરોડની આસપાસ પહોંચી ચૂક્્યું છે.

જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ૭૦.૭૫ કરોડની કમાણી કરી છે, પરંતુ કૂલી સાથે તુલના કરવામાં આવે તો વોર થોડી પાછળ છે. રિપોર્ટ અનુસાર, ૮ દિવસની અંદર ફિલ્મ વોર ૨ એ ગ્લોબલી રૂપિયા ૩૧૪.૮૫ કરોડનો ગ્રોસ કલેક્શન કરી લીધો છે. હાલમાં એ જોવું રસપ્રદ રહેશે કે આ આંકડામાં ક્્યારે ઝડપથી વધારો જોવા મળશે. આ દિવસોમાં ફિલ્મની કમાણીનું ગ્રાફ થોડો નીચે જઈ રહ્યો છે.

ભારતમાં આ ફિલ્મની બાક્સ આૅફિસ કલેક્શનની વાત કરીએ તો, રિપોર્ટ અનુસાર, ફિલ્મ કુલીએ વિદેશોમાં ૧૬૬.૨૫ કરોડ રૂપિયાનો ગ્રોસ બિઝનેસ કર્યો છે. જ્યારે દેશમાં ૨૭૧ કરોડ રૂપિયા આસપાસ કમાણી કરી છે. આ રીતે કુલીએ વર્લ્ડવાઇડ ૪૩૭.૨૫ કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.