Western Times News

Gujarati News

૨૫ વર્ષ બાદ તુલસી-મિહિરે આઈકોનિક સીન કર્યો રીક્રિએટ

મુંબઈ, ‘ક્્યુંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલ ચાહકોમાં હલચલ મચાવી રહી છે. જોકે, ત્રીજું અઠવાડિયું શરૂ થયા પછી પણ, સિરિયલ ‘ક્્યુંકી સાસ ભી કભી બહુ થી’ ્‌ઇઁમાં નંબર ૧ બની શકી નથી. આ જ કારણ છે કે એકતા કપૂર ‘ક્્યુંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલની વાર્તાને રસપ્રદ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ‘ક્્યુંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલના છેલ્લા એપિસોડમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું.

‘ક્્યુંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલના છેલ્લા એપિસોડમાં, તુલસી અને મિહિર સાથે સંકળાયેલો એક જૂનો યાદગાપ સીન ફરીથી રીક્રિએટ કરે છે, જેને જોઈને ચાહકોને ૨૫ વર્ષ જૂના એપિસોડ યાદ આવી ગઈ છે. વર્ષો પહેલા, ‘ક્્યુંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલમાં, તુલસી મંદિરમાંથી સિંદૂર લઈને બહાર આવી રહી હતી.

આ દરમિયાન, તુલસી અચાનક મિહિર સાથે ટકરાઈ જાય છે અને આ રીતે મિહિર પહેલીવાર તુલસીને મળે છે. જો કે આ ભાગ બાદ ગઈકાલના એપિસોડમાં પણ ફરી આમ બને છે અને તુલસી મંદિર માંથી સિંદૂર લઈને બહાર આવતી હોય છે ત્યારે મિહિર તેને ટકરાઈ જાય છે અને તે જૂનો સીન ફરી રીક્રિએટ થાય છે.

હવે ૨૫ વર્ષ પછી, ‘ક્્યુંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલના નિર્માતાઓએ આ સીનને ફરીથી જીવંત કર્યું છે. થોડા સમય પહેલા, ‘ક્્યુંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલના ગઈકાલવા એપિસોડમાં, તુલસી ફરીથી સિંદૂરની પ્લેટ લઈને બહાર આવી રહી હતી અને તુલસી ફરીથી મિહિર સાથે અથડાઈ જાય છે.

અચાનક બધુ સિંદૂર મિહિરના ચહેરા પર પડી ગયું અને આમ મિહિરને ફરી એક વાર આ રીતે સિંદૂરનો રંગ લાગતા તુલસી હસી પડે છે, આ જોઈ મિહિરના ચેહરા પર પણ સ્મિત આવી જાય છે અને બન્ને જૂની ક્ષણોને યાદ કરવા લાગે છે.

મિહિર અને તુલસીને યાદ આવ્યું કે તેઓએ વર્ષો પહેલા કેવી રીતે તેમની સફર શરૂ કરી હતી. હવે ‘ક્્યુંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલનો આ સીન સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. લોકો સતત ‘ક્્યુંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલ વિશે વાત કરી રહ્યા છે. ચાહકો કહી રહ્યા છે કે ‘ક્્યુંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલના આ સીને તેમને જૂના દિવસોની યાદ અપાવી દીધી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.