અજય દેવગણ કન્નડ ફિલ્મમાં ધમાલ મચાવે તેવી શક્યતા

મુંબઈ, અજય દેવગણ હાલ પોતાની અપકમિંગ ફિલ્મને કારણે ચર્ચામાં છે. તે કન્નડના જાણીતા ડાયરેકટર જેપી તુમિનાડની ફિલ્મમાં ધમાલ મચાવે તેવી પુરી શક્્યતા છે. એક રિપોર્ટના અનુસાર, અજય દેવગણ હાલ જેપી તુમિનાડુ સાથે એક હોરર-કોમેડી ફિલ્મ માટે વાતચીત કરી રહ્યો છે. તેને ફિલ્મની વાર્તા પસંદ આવી છે અને ડાયરેકટરને પૂરી Âસ્ક્રપ્ટ સાથે ફરી આવવાનું કહ્યું છે.
હવે બન્નેની મુલાકાત એક મહિના પછી થશે. અજયે આ પહેલા કદી હોરર-કોમેડી કરી ન હોવાથી તેને આ ફિલ્મમાં વધુ રસ છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, કેવીએન પ્રોડકશન્સ આ ફિલ્મના શૂટિંગની યોજના ૨૦૨૬થી શરૂકરી રહ્યું છે.
તેની પહેલી હિંદી ફિલ્મ અક્ષય કુમાર અને સૈફ અલી ખાન સાથેની હશે તેમજ બીજી ફિલ્મ તે અજય દેવગણ સાથે બનાવવાની તૈયારી કરી રહ્યું છે. અજય દેવગણ હાલ બોલીવૂડ વ્યસ્ત કલાકારોમાંનો એક છે. તેની ફિલ્મો એક પછી એક પાઇપલાઇનમાં છે, જેમાં દ્રશ્યમ૩ અને રેંજર સામેલ છે.SS1MS