પેટ્રોલ પંપ પર કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવતા વ્યક્તિ બ્રેઈનડેડ થતાં એક લીવર અને બે કિડનીનું દાન સિવિલને મળ્યું

એક લીવર અને બે કિડનીનું દાન મળ્યુંઃ સિવિલ હોસ્પિટલમાં થયું ૨૦૭ મું અંગદાન
સિવિલ હોસ્પિટલને મળ્યું ૨૩મું સ્કિન ડોનેશન –ઘરે જઇ સિવિલ હોસ્પિટલનાં પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડોકટરો એ મૃતક દર્દીની ત્વચા લઈ સ્વીકાર્યું ત્વચા દાન
દાનના સંસ્કારોથી સિંચાયેલો પટેલ પરીવાર, દીકરા તેમજ દીકરી એ માતા-પિતાના મ્રુત્યુ બાદ તેમના ત્વચાના દાનનો નિર્ણય કરી સમાજને આપ્યો પ્રેરણાદાયી સંદેશ-પતિ પત્ની બંને એ મ્રુત્યુ પછી સ્કીન દાન કરી હોય તેવો પ્રથમ કિસ્સો
અમદાવાદ, સિવિલ હોસ્પિટલ ના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડો. જયેશ સચદે એ વિગતો આપતા જણાવેલ કે તારીખ ૨૩/૦૮/૨૦૨૫ ના રોજ સિવિલ હોસ્પિટલ ના સ્કીનબેંક ના હેલ્પલાઇન નંબર ઉપર અમદાવાદ ના ઘોડાસર વિસ્તાર શ્રધ્ધા બાળકો ની હોસ્પિટલ ના ડો. કિરણ દ્વારા શહેર ના ઘોડાસર માં રસીકપાર્ક સોસાયટી માં રહેતા ૭૩ વર્ષ ના પટેલ કીર્તીકુમાર અવસાન પામતા તેમની દીકરી સીમાબેનની સંમતિથી સ્કિન ડોનેશન માટે કૉલ આવતાં તરત જ સ્કીન બેંકના ડોક્ટરોની ટીમ દાતાના ઘરે પહોંચી બરડાના ભાગેથી ચામડી મેળવી હતી.
સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં સ્કીન બેંક ખુલ્યા બાદ અત્યાર સુધીમાં થયેલ આ ૨૩ મુ સ્કીન દાન છે તેમજ દાઝેલા દર્દીઓ ની સારવાર માં દાન માં મળેલ ચામડી ટ્રાન્સપ્લાન્ટ કરવાથી ખુબ જ સારા પરીણામો મળે છે,.ડો. જયેશ સચદે, પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા.
ઘરેથી મેળવેલ ૮ મુ સ્કીન દાન છે તેમ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી એ જણાવ્યુ હતુ , સિવિલ માં થયેલ ૨૦૭ માં અંગદાન ની વિગતો એવી છે કે, અમદાવાદ નારોલના વતની એવા દીનેશભાઇ સાકરીયાના અંગદાન થી ૨ કીડની અને ૧ લીવર નુ દાન મળ્યુ. નારોલ વિસ્તાર માં રહેતા અને પેટ્રોલ પંપ ઉપર કામ કરી પરીવાર નુ ગુજરાન ચલાવતા એવા દીનેશભાઇ સાકરીયા ને ૨૦.૦૮.૨૦૨૫ ના રોજ માથુ દુખવા તેમજ ઉલ્ટી થવાની ફરીયાદ સાથે બેભાન થઇ જતા પ્રથમ એલ જી હોસ્પિટલ અને ત્યારબાદ જમાલપુર વિસ્તારમાં આવેલ છીપા હોસ્પિટલમાં બતાવ્યા બાદ વધુ સારવાર અર્થે તારીખ ૨૦.૦૮.૨૦૨૫ વહેલી સવારે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં પરીવારજનો લઇ આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તારીખ ૨૧.૦૮.૨૫ ના રોજ ડોક્ટરોએ દીનેશભાઇ સાકરીયાને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. મોહીત ચંપાવત દ્વારા દીનેશભાઇ સાકરીયાના સ્વજનોને તેમની બ્રેઇનડેડ પરીસ્થિતિ અને અંગદાન વિશે સમજાવતા સિવિલ હોસ્પિટલમાં હાજર તેમના પત્ની નીરુબેન તેમજ બાળકોએ તેમના અંગોનું દાન કરવા સંમતિ આપી હતી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ ઉમેર્યુ હતુ કે સિવિલ હોસ્પિટલ ખાતે આજદિન સુધીમાં કુલ ૨૦૭ અંગદાન થયા છે . જેના દ્વારા કુલ ૬૮૧ અંગોનું દાન મળ્યું છે . દીનેશભાઇ સાકરીયા ના અંગદાન સાથે સિવિલ હોસ્પિટલ માં અત્યારસુધી ૧૮૨ લીવર, ૩૭૮ કીડની, ૧૫ સ્વાદુપિંડ, ૬૬ હ્રદય, ૬ હાથ, ૩૨ ફેફસા, ૨ નાના આંતરડા, ૧૪૨ ચક્ષુ તથા ૨૨ ચામડી નુ દાન મળ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હમણાં જ સિવિલ હોસ્પિટલ માં ઉજવાયેલા ૧૫ ઓગષ્ટ સ્વતંત્રતા દિવસ ના પર્વે રાજ્ય ના આરોગ્ય અગ્રસચિવ શ્રી ધનંજય દ્વિવેદી એ પણ સિવિલ હોસ્પિટલ માં છેલ્લા ચાર વર્ષ થી ચાલતા અંગદાન ના કાર્ય અને ટીમની કાર્યપધ્ધતિ બીજી હોસ્પિટલો માટે એક આદર્શ મોડલ છે તેમ જણાવી દરેક હોસ્પિટલ અને વિભાગ આ પ્રમાણે પોતપોતાના કાર્ય માં કામગીરી અને ગુણવતા ના ધોરણો ઉંચા રાખી કામ કરવા તમામ ને જણાવેલ હતુ.