Western Times News

Gujarati News

જામનગરમાં જુગારના 6 સ્થળોએ દરોડાઃ 3 મહિલા સહિત કુલ 31 પકડાયા

જામનગર શહેર -જિલ્લામાં ગઈકાલે શ્રાવણ માસના અંતિમ દિવસે જુગારની બાતમીના આધારે પોલીસના દરોડા

જામનગર,  જામનગર શહેર -જિલ્લા માં ગઈકાલે શ્રાવણ માસના અંતિમ દિવસે પોલીસે જુગારની બાતમીના આધારે અલગ અલગ છ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને રૂ.૧,૧૫,૫૦૦ની રોકડ સાથે બે મહિલા સહિત ૩૧ લોકો ને ઝડપી લીધા હતા.

જેમાં બાલંભડીમાં પોલીસને જોઈને તમામ આરોપીઓ નાસી જવા માં સફળ થયા હતા એટલેકે પોલીસની રેડ નિષ્ફળ ગઈ હતી. જામજોધપુરના વનાણા ગામમાં ગંજીપાના થી જુગાર રમી રહેલા પીઠાભાઈ ભાયાભાઇ વસરા, દેવેન ઉર્ફે દેવો ભનુભાઇ રાઠોડ, પરેશભાઇ ડાયાભાઇ ઝીઝુવાડીયા, અશ્વિનભાઇ અરજણભાઇ ખીટ, અમિતભાઇ મુળજીભાઇ મકવાણા , દિનેશભાઇ ખાખાભાઇ વિઝુડા, જ્યોતિબેન દિનેશભાઇ ધરમશીભાઇ ઝીઝુવાડીયા ને રૂ.૧૦,૭૦૦ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

લાલપુર તાલુકા ના મોટા ભરૂડિયા ગામમાં તીનપતી ના જુગાર રમત ક્રિપાલસિંહ વનરાજસિંહ જાડેજા હીતુભા જટુભા જાડેજા , ઉપેંદ્રસિંહ રાહુભા જાડેજા , કીશોરશિંહ મંગરુભા જાડેજા , અગરસંગ લાલુભા જાડેજા, હોથી ઓસમાણ નોતીયાર, અકબર ઓસમાણભાઇ નોતીયાર અને હીતેન્દ્રશિંહ પ્રભાતસિંહ જાડેજા ને રૂ .૨૨ ,૮૫૦ની રોકડ સાથે પોલીસે અટક કરી હતી .

કાલાવડમાં જીવાપર રોડ પર જાહેર માં જુગાર રમી રહેલા જયેશભાઇ કરશનભાઇ ચારોલીયા, સાગરભાઈ મનસુખભાઇ મકવાણા તથા સુનીલભાઇ મનોજભાઇ સોલંકી ને રૂ.૧૦,૨૦૦ની રોકડ સાથે પોલીસે પકડી પાડ્યા હતા.

ધ્રોલ તાલુકાના રાજપરા ગામમાં જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા સહદેવસિંહ સુરૂભા જાડેજા અશોકસિંહ લગ્ધીરસિંહ જાડેજા , ધમેન્દ્રસિંહ સુરૂભા જાડેજા , શકિતસિંહ લગ્ધીરસિંહ જાડેજા , શકિતસિંહ સુરૂભા જાડેજા ,. યશપાલસિંહ મહાવીરસિંહ જાડેજા ,અને ફતેસિંહ દાનુભા જાડેજા ને રૂ.૩૦,૪૦૦ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

જામનગર તાલુકાના સિક્કા નજીકના બાલંભડી ગામમાં જુગારની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.પરંતુ પોલીસ કરતા પણ ચાલક તમામ આરોપી નાસી ગયા હતા.આમ પોલીસ ની રેઇડ નિષ્ફળ ગઈ હતી. ગંજીપાના થી જુગાર રમતા યોગીરાજસિંહ જાડેજા, રૂષીરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાદેજા ઈન્દ્રજીતસિંહ જાડેજા બલભદ્રસિંહ કજાડેજા તથા હરેન્દ્રસિંહ જાડેજા તેમજ પાંચ થી છ એક અન્ય શખ્સો પોલીસ ને જોઈ ને નાસી ગયા હતા.

પોલીસે જુગાર ના સ્થળે થી રોકડા રૂ.૧૯,૩૫૦ તથા તથા ૯ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧,૦૪,૩૫૦ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો. જામનગરના રાંદલ નગરમાં જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમત મોહીતસિહ મહીપતસિહ વાઘેલા, માલદેવસીહ પ્રભાતસીહ જાડેજા, મહીપાલસીહ બળવંતસીહ વાઢેર, જયરાજસીહ ઉફે લાલો રમેશસીહ કંચવા, શાતીબેન હાથીયાભાઈ બાપોદરા અને છાયાબેન કુલદીપસીહ સોલંકી ને રૂ.૧૮,૧૦૦ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.