Western Times News

Gujarati News

ઉત્તર કોરિયા પાસે એવા શસ્ત્રો છે, જે સીધા અમેરિકા પર હુમલો કરી શકે છે

File Photo

અમેરિકા દક્ષિણ કોરિયાનો ખાસ મિત્ર- રશિયા ઉત્તર કોરિયાનો ખાસ મિત્ર

ઉત્તર કોરિયાએ વધાર્યું ટ્રમ્પનું ટેન્શન-ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે સરહદ પર વધતા તણાવ વચ્ચે હવાઈ સંરક્ષણ પ્રણાલી વિકસાવવામાં આવી

ઉત્તર કોરિયા,  ઉત્તર કોરિયાએ ફરી એકવાર તેના કટ્ટર દુશ્મન અમેરિકાનું ટેન્શન વધાર્યું છે. આ વખતે કોરિયન સરમુખત્યાર કિમ જોંગ ઉને અમેરિકાનો તણાવ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (IBM), હાઇપરસોનિક મિસાઇલ, પરમાણુ સંચાલિત મિસાઇલ સબમરીન કે પરમાણુ શસ્ત્રોથી નહીં, પરંતુ પોતાની હવાઈ સંરક્ષણ પ્રણાલીથી વધાર્યો છે.

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે સરહદ પર વધતા તણાવ વચ્ચે આ હવાઈ સંરક્ષણ પ્રણાલી વિકસાવવામાં આવી છે. કોરિયાએ તેની સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલી જી-૪૦૦ વિકસાવી છે. આ માહિતી કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી દ્વારા આપવામાં આવી હતી. ઉત્તર કોરિયાએ શનિવારે તેની બે નવી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓનું પરીક્ષણ કર્યું હતું.

જેની એક તસવીર પણ સામે આવી છે, જેમાં સરમુખત્યાર કિમ જોંગ ઉન અજાણ્યા સ્થળે મિસાઇલ પરીક્ષણનું નિરીક્ષણ કરતા જોવા મળે છે. ૧૯ ઓગસ્ટના રોજ, ક્રોસ કરવા મુદ્દે દક્ષિણ અને ઉત્તર કોરિયાના દેશોના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી.

બંને દેશોના તણાવ વચ્ચે કિમ જોંગ ઉનની સેનાએ નવી હવાઈ સંરક્ષણ પ્રણાલીથી અમેરિકાનો તણાવ વધાર્યો હતો. ઉલ્લેખનીય છે, અમેરિકા દક્ષિણ કોરિયાનો ખાસ મિત્ર છે, આ ઉપરાંત ઉત્તર કોરિયા પાસે એવા શસ્ત્રો છે, જે સીધા અમેરિકા પર હુમલો કરી શકે છે. ઉત્તર કોરિયા રશિયાનું મિત્ર છે.

દ્ભઝ્રદ્ગછ રિપોર્ટમાં આ નવી મિસાઇલોના પરીક્ષણ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી નથી. તેઓએ આ સંરક્ષણ પ્રણાલી વિશે જણાવ્યા પ્રમાણે, તેનું ઓપરેશન અને રિએક્શનન મોડ અનોખી અને વિશેષ તકનીક પર આધારિત છે. પરીક્ષણ દરમિયાન તેના ફાયરિંગથી સાબિત થયું કે આ બે પ્રકારની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓની તકનીક હવામાં કોઈપણ લક્ષ્યને નષ્ટ કરવામાં સક્ષમ છે.

૧૯ ઓગસ્ટ, મંગળવારના રોજ ર્ન્ંઝ્ર ક્રોસ કરવા મુદ્દે બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાના સૈનિકો પર ચેતવણી ગોળીબાર કર્યો હતો. જોકે, આ બધા તણાવ વચ્ચે, ઉત્તર કોરિયાએ અજાણ્યા સ્થળેથી તેની મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ માત્ર દક્ષિણ કોરિયા જ નહીં પરંતુ અમેરિકાના તણાવમાં પણ વધારો કરી શકે છે.

હ્વાસોંગ-૧૯ મિસાઇલઃ તેનું પરીક્ષણ ઓક્ટોબર ૨૦૨૪માં કરવામાં આવ્યું હતું. તેની રેન્જ ૧૫,૦૦૦ કિલોમીટર સુધીની છે, જે અમેરિકા પર પણ સરળતાથી હુમલો કરી શકે છે. આ મિસાઇલ પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ છે. આ મિસાઈલને શોધવી અને રોકવી મુશ્કેલ છે.

હાઈપરસોનિક મિસાઇલઃ કોરિયાએ ઘણી હાઇપરસોનિક મિસાઇલો વિકસાવી છે. જે અવાજની ગતિ કરતા પાંચ ગણી વધુ ઝડપે ૧,૦૦૦ કિલોમીટરનું અંતર કાપી શકે છે. હાઇપરસોનિક મિસાઇલોની વિશેષતા એ છે કે તેને ટ્રેક કરવી અને રોકવી લગભગ અશક્્ય છે, જે તેના દુશ્મન દેશો અને દુશ્મનના સાથીઓ માટે મોટુ જોખમ બની શકે છે. પરમાણુ શસ્ત્રોનો ભંડારઃ ઉત્તર કોરિયા પાસે લગભગ ૫૦ પરમાણુ શસ્ત્રો છે. નિષ્ણાતોનો અંદાજ છે કે તેની પાસે એટલી ક્ષમતા છે કે તે ૯૦ પરમાણુ શસ્ત્રો બનાવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.