Western Times News

Gujarati News

દીકરીને કૂતરું કરડ્યું: પિતાએ ગુસ્સામાં બાઈક સાથે બાંધીને ઢસડીને મારી નાંખ્યું!

પ્રતિકાત્મક

દીકરીને બચકું ભરતાં પિતાએ લાકડીથી ફટકાર્યું બાઈક પાછળ બાંધી કૂતરાને ઢસડી મારી નાખનારની ધરપકડ

અમદાવાદ,  અમદાવાદમાં શ્વાન સાથે ક્રુરતા આચરવામાં આવી હતી. ચાંદલોડિયા બ્રિજ નીચે એક વ્યક્તિએ શ્વાનને બાઈક પાછળ બાંધીને ઢસડતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે દીકરીને બચકું ભરતાં પિતાએ શ્વાન સાથે ક્રૂરતા આચરી હતી. જેથી જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો.

અમદાવાદમાં શ્વાન પ્રત્યે ક્રૂરતા દાખવતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના સોલા વિસ્તારમાં બનેલી ઘટનાના ષ્ઠષ્ઠંv રુંવાડા ઉભા કરી દે તેવા છે. દીકરીને શ્વાન કરડતા પિતાએ શ્વાનને બાઇક સાથે બાંધી ઢસડ્યું હતું. જેના બાદ બાઇક સાથે બાંધીને શ્વાનને ઢસડતા શ્વાન મોતને ભેટ્યું. સમગ્ર મામલે જીવદયા પ્રેમીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ આધારે સોલા પોલીસે આરોપીની ધરપકડ કરાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચાંદલોડિયા વિશ્વકર્મા બ્રિજ નીચે રેલ્વે ટ્રેક પાસે એક વ્યક્તિ બાઈકની પાછળ દોરડાથી કૂતરાને બાંધીને બાઈક ચલાવી કૂતરાને ઢસડીને લઈ જઈ રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. ફરિયાદના આધારે સોલા પોલીસે તે વ્યકિતની ધરપકડ કરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
આ કૂતરું તેના દીકરીને કરડયું હોવાથી તેણે લાકડીથી કૂતરાને માર મારીને દોરડાથી બાઈક પાછળ બાંધીને ઢસડીને રેલ્વે ટ્રેક બાજુ ફેંકવા જઈ રહ્યો હોવાનું શખ્સે કબૂલ્યું હતું.

આ વિશે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એમ. ભૂકને જણાવ્યું કે, જીવદયા એનજીઓ ટ્રસ્ટના ગ્રૂપમાં ૨૨ ઓગસ્ટે એક વીડિયો આવ્યો હતો. જેમાં એક વ્યકિત બાઈકની પાછળ દોરડાથી કુતરાને બાંધીને બાઈક ચલાવીને કૂતરાને ઢસડીને લઈ જઈ રહ્યો હતો. જેના કારણે કૂતરાનું મૃત્યુ થયું હતું. વીડિયોમાં દેખાતો વ્યક્તિ ચાંદલોડિયા ક્રિષ્ણાનગર સોસાયટી રહેતા હોવાનું લખાણ વીડિયો સાથે લખ્યું હતું.

જેના આધારે જીવદયાની ટીમે ત્યાં પહોંચીને તપાસ કરતા એક કુતરુ ચાંદલોડિયા રેલવે ટ્રેક પાસેથી મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યું હતું. જેથી ટીમે વીડિયોમાં દેખાતી વ્યક્તિ રમેશભાઈ હોવાનું જાણવા મળ્યું હતું. વીડિયોના આધારે જીવદયા ટીમે પોલીસને જાણ કરતા સોલા હાઈકોર્ટ પોલીસ આવી પહોંચી હતી.

આ અંગે પાર્થ પરમારની ફરિયાદના આધારે પોલીસે રમેશભાઈ વિરુધ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે તેમની દીકરીને આ કૂતરું કરડયું હોવાથી આ કારસ્તાન કર્યું હતું. આરોપીના સંતાનને શ્વાન કરડ્યું હોવાથી આ કૃત્ય કર્યું હોવાની આરોપીની કબૂલાત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.