Western Times News

Gujarati News

અમદાવાદમાં ગુંડારાજ: જાહેરમાં હત્યા કરવાનું ષડયંત્ર રચનાર માસ્ટરમાઈન્ડ ફરાર

AI Image

આરોપી સતીશ પટણી ચાઈના ગેંગનો આરોપી હોવાનું પણ સામે આવ્યું છે જેની સામે અગાઉ હત્યાનો ગુનો પણ નોંધાયો હતો

સતીશે પોતાના ભાઈ દીપક પર જ્યાં હુમલો થયો હતો તે જ જગ્યાએ વિપુલની ગેંગના નીતિનનું અપહરણ કરીને ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો.

અમદાવાદ,  શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કાયદો વ્યવસ્થા લથડી ગઈ હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં શહેરમાં અપહરણ કરીને એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. જે ઘટનામાં કાગડાપીઠ પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી છે. જે ઘટનાના વિડીઓ પણ સામે આવ્યા છે. જે ઘટનામાં કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ત્યારે જોઈએ કોણ છે તે આરોપીઓ. અને શું હતું મોત નું કારણ આ અહેવાલમાં.

વિજય પટણી, શૈલેષ, ગૌતમ અને પુનમ પટણીની ધરપકડ કરવામાં આવી છે. જેઓની અપહરણ અને હત્યા કેસમાં કાગડાપીઠ પોલીસે ધરપકડ કરી છે. ૨૨ ઓગસ્ટના રોજ કાગડાપીઠ સફલ પરિસરમાંથી નીતિન પટણી નામના ૨૩ વર્ષીય યુવકનું આરોપીઓ અપહરણ કરીને મેઘાણીનગરના અસારવા વિસ્તારમાં લઈ ગયા હતા અને જાહેરમાં ઘાતકી હથિયારોથી હુમલો કરીને હત્યા કરી દીધી.

આ ઘટનાના અપહરણના ઝ્રઝ્ર્‌ફ અને હત્યાના વીડિયો સામે આવ્યા છે. જે ઘટનામાં કાગડાપીઠ પોલીસે સતીશ ઉર્ફે સતીયો પટણી, વિશાલ ઉર્ફે બુકકો દંતાણી, મહેશ ઉર્ફે કટ્ટો પટણી, બાવો, સાજન, રાજ ઉર્ફે સેસુ અને અજાણ્યા વિરુદ્ધ અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ અપહરણના ઝ્રઝ્ર્‌ફ ના આધારે પોલીસે અપહરણ કરનાર વિજય પટણી, શૈલેષ ગૌતમ અને રીક્ષા ચાલક પૂનમ પટણીની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, હત્યાનો માસ્ટર માઈન્ડ સતીષ ઉર્ફે સતીયો પટણી છે. ૧૯ ઓગસ્ટ ના રોજ મૃતક નીતિન પટણી અને સતિષના ભાઈ દિપક પટણીનો ઝઘડો થયો હતો. અને નીતિનએ દીપકને ખૂબ જ માર માર્યો હતો. જેથી મૃતક નીતિન પટણી વિરુદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. જે ઝઘડા અને મારામારીનો બદલો લેવા સતીશ અને તેના મિત્રોએ નીતિનનું અપહરણ કરીને જાહેરમાં માર મારી નીતિનની કરપીણ હત્યા કરી નાંખી. જ્યાં કોઈ મદદ કરવા પણ ન આવ્યું.

આરોપી સતીશ પટણી ચાઈના ગેંગનો આરોપી હોવાનું પણ સામે આવ્યું છે. જેની સામે અગાઉ હત્યાનો ગુનો પણ નોંધાયો હતો. મૃતક નીતિન અને આરોપીના ભાઈ વચ્ચે અંગત અદાવતનો ઝઘડો હતો જેનો બદલો લેવા આ ખૂની ખેલ ખેલાયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો નોંધી ૩ આરોપીની ધરપકડ કરીને ફરાર આરોપીઓ સતીશ પટણી, વિશાલ, મહેશ અને રાજ નામના આરોપીની શોધખોળ શરૂ કરી. ત્યારે જોવાનું એ રહે છે મુખ્ય આરોપી અને સમગ્ર ઘટનાનો માસ્ટરમાઈન્ડ સતીશ ક્્યારે ઝડપાય છે.

આ હત્યાકાંડ વિપુલ અને સતીશ ગેંગ વચ્ચે છેલ્લા અઠવાડિયાથી ચાલી રહેલી ગેંગવોરનું પરિણામ છે. થોડા દિવસ પહેલા વિપુલ નામના યુવક પર સતીશ અને તેની ગેંગે જીવલેણ હુમલો કર્યો હતો.

આ હુમલાનો બદલો લેવા માટે વિપુલની ગેંગે સતીશને શોધવાનું ચાલું કર્યું, પરંતુ સતીશ તો હાથમાં ના આવ્યો પણ તેનો ભાઈ દીપક ઉર્ફે હુક્કો હાથમાં આવી જતા તેના પર હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. આ હુમલા બાદ દીપકને હોસ્પિટલમાંથી રજા મળતા જ સતીશે બદલો લેવાનું કાવતરું રચ્યું હતું. સતીશે પોતાના ભાઈ દીપક પર જ્યાં હુમલો થયો હતો તે જ જગ્યાએ વિપુલની ગેંગના નીતિનનું અપહરણ કરીને ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.