ઓડિશામાં ઝરણાં પર શૂટિંગ કરતો યુટ્યુબર તણાયો

ભુવનેશ્વર, ઓડિશાના કોરાપુટ જિલ્લાના દુદુમા ઝરણાં પર વીડિયો બનાવતી વખતે એક યુટ્યુબર તણાઇ ગયો હતો. બરહામપુરના રહેવાસી આ યુટ્યુબરનું નામ સાગર કુંડૂ છે. તેણે યુટ્યુબ ચેનલના કવર ઈમેજમાં સાગર કુંડૂ નામ લખ્યું હતું.
સાગર ઝરણાંની પાસે ડ્રોન કેમેરાની તસવીરો રેકોર્ડ કરવાની કોશિશ કરી રહ્યો હતો, ત્યારે પાણીનું સ્તર વધી ગયું અને એ પાણીથી ભરેલી ચટ્ટાનો પર ફસાઇ ગયો.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ત્યાં ઉપસ્થિત કેટલાક લોકોએ દોરડાથી તેને બચાવવાની કોશિશ કરી, પરંતુ પાણીનો પ્રવાહ તેજ હતો અને તેના પગ લપસી ગયા હતા.
સાગરના મિત્ર અભિજીત બેહરા યુટ્યુબ ચેનલ માટે વિવિધ પ્રવાસન સ્થળોના વીડિયો રેકોર્ડ કરવા માટે તેની સાથે જતો હતો.આ ઘટના અંગે હજુ સુધી વધુ માહિતી મળી શકી નથી, પરંતુ સાગર હજુ સુધી લાપતા છે.
માચાકુંડા બંધમાંથી પાણી છોડવામાં આવ્યું, ત્યારે સાગર કેટલીક ફૂટ ઊંચી ચટ્ટાનો પર સુરક્ષિત ઊભો હતો. લામટાપુટ ક્ષેત્રમાં ભારે વરસાદ પછી અધિકારીઓએ બંધના નીચાણવાળા વિસ્તારના લોકોને સાવધાન રહેવાની ચેતવણી આપી હતી.SS1MS