દસાડામાં સાત વર્ષની બાળકી પર ૩૦ વર્ષના શખ્સ દ્વારા બળાત્કાર

પ્રતિકાત્મક
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં ૩૦ વર્ષીય શખસે સાત વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી છે. આ કેસમાં પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.
આરોપી બાળકીને બાઇક પર બેસાડી મંદિર પાસે લઈ ગયો હતો અને હેવાનિયત આચરી હતી. દરમિયાન બાળકી રડવા લાગતાં થપ્પડ પણ મારી હતી.૨૨ ઓગસ્ટના રોજ પીડિતા બાળકીની માતા અને પિતા બાજુના ગામે મોબાઈલ રિપેરિંગ માટે ગયા હતા.
સાંજે પરત ફરતી વખતે માતા-પુત્રી ઈકો ગાડીમાં આવ્યા હતા. આ દરમિયાન માતા અને પુત્રી એક ગામમાં ઉતર્યા હતા. ત્યાંથી આ બાળકીને તે યુવકની બાઈક પર બેસાડી હતી. સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ બાળકીને મેલડી માતાના મંદિર તરફના રસ્તે યુવક લઈ ગયો હતો. ત્યાં તેણે બાળકી સાથે બળાત્કાર ગુજાર્યાે હતો.
બાળકીના રડવા લાગતા આરોપીએ તેને થપ્પડ પણ મારી હતી.બાળકી રડતી રડતી ઘરે આવી અને માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. દરમિયાન તેની તબિયત ખરાબ થતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સમાં દસાડા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ડોક્ટરોએ બાળકી સાથે બળાત્કાર થયાનું જણાવતા પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. આ અંગે ધ્રાંગધ્રા ડીવાયએસપીએ મીડિયાને જણાવ્યું કે, આ કેસમાં ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની અટક પણ કરી લેવામાં આવી છે.SS1MS