Western Times News

Gujarati News

ત્રીજી વનડેમાં ઓસ્ટ્રલિયાએ દ. આફ્રિકાને ૨૭૬ રનથી હરાવ્યું

મેકે, ઓસ્ટ્રેલિયાએ છેલ્લી વનડે મેચમાં દક્ષિણ આફ્રિકાને ૨૭૬ રનથી હરાવીને ઐતિહાસિક જીત મેળવી હતી. બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની અંતિમ મેચ રવિવારે મેકે ખાતે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને બે વિકેટ ગુમાવીને ૪૩૧ રન બનાવ્યા હતા.

જવાબમાં દક્ષિણ આફ્રિકા ૨૪.૫ ઓવરમાં ૧૫૫ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ હાર છતાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી ૨-૧થી જીતી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની ટી૨૦ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાને ૨-૧થી હરાવ્યું હતું.

ટ્રેવિસ હેડ (૧૪૨), કેપ્ટન મિશેલ માર્શ (૧૦૦) અને કેમેરોન ગ્રીન (૧૧૮ અણનમ)ની પ્રથમ વનડે સદીએ ઓસ્ટ્રેલિયાને બીજા શ્રેષ્ઠ વનડે સ્કોર (૪૩૧-૨) સુધી પહોંચાડ્યું હતું. જવાબમાં આળિકન ટીમ ફક્ત ૧૫૫ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આળિકન ટીમ તરફથી ડેવાલ્ડ બ્રેવિસ સૌથી વધુ રન (૪૯) બનાવનાર ખેલાડી હતો. ઓસ્ટ્રેલિયા તરફથી કૂપર કોનોલીએ ૨૨ રન આપીને ૫ વિકેટ લીધી હતી.

નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયા ૨૦૦૬માં દક્ષિણ આફ્રિકા સામે બનાવેલા ૪૩૪-૪ના તેના અત્યાર સુધીના સૌથી વધુ વનડે સ્કોરથી થોડું દૂર રહ્યું હતું.આ દક્ષિણ આફ્રિકાનો વનડે ઇતિહાસમાં કોઈપણ ટીમ સામે રનની દ્રષ્ટિએ સૌથી મોટો પરાજય છે.

આ પહેલા તેને ૨૦૨૩માં ઈડન ગાર્ડન્સ ખાતે ભારત સામે ૨૪૩ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ રેકોર્ડ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ તેના વનડે ઇતિહાસમાં સૌથી મોટી જીતની યાદીમાં વધુ એક સુવર્ણ પ્રકરણ પણ ઉમેર્યું છે, કારણે કે, વનેડમાં ઔસ્ટ્રેલિયાનો સૌથી મોટો વિજય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.