કૃતિ સેનને વળતરમાં મહિલાઓ સાથે ભેદભાવની ટીકા કરી

મુંબઈ, એક્ટ્રેસ કૃતિ સેનને તાજેતરમાં એક કાર્યક્રમમાં બોલિવૂડમાં સ્ત્રી અને પુરુષ કલાકારોના વેતનમાં અસમાનતાના ચાલી રહેલા મુદ્દા વિશે ખુલીને વાત કરી હતી.
પુરુષ અને સ્ત્રી કલાકારોને સમાન વેતન આપવાની ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી ચાલતી અનિચ્છા પર પ્રકાશ પાડતા, ક્રિતિએ પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે કામ અને મહેનત સમાન રહે છે ત્યારે વળતર કેમ અલગ હોવું જોઈએ?એક કાર્યક્રમમાં આ અંગે વાત કરતાં કૃતિએ કહ્યું, “ખરેખર, અન્ય તમામ ઉદ્યોગોને ધ્યાનમાં લેતાં, મને સમજાતું નથી કે વળતરમાં સમાનતા શા માટે નથી.
કારણ કે ચોક્કસ પ્રકારની ભૂમિકાઓ માટે, ચોક્કસ પ્રકારના રોલ માટે, પછી ભલે તમે પુરુષ હો કે સ્ત્રી, આ બાબતે વાંધો ન હોવો જોઈએ સમાન વળતર હોવું જોઈએ. ફિલ્મ ઇન્સ્ટ્રીમાં અમે ખૂબ જ લાંબા સમયથી આ ચર્ચાઓ કરી રહ્યાં છીએ અને મારી વાત નહીં માનો પણ બીજાં કોઈ કરતાં અમને જ એ વાત સૌથી વધુ ખુંચે છે.
ક્રિતિએ કહ્યું, “ભલે તે કોઈ મહિલાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ હોય, પણ મને લાગે છે કે તેને પુરુષ દ્વારા ડિરેક્ટ કરાયેલી ફિલ્મ જેટલું બજેટ મળતું નથી. આ સ્થિતિ એટલા માટે છે કે પ્રોડ્યુસર્સને ડર છે કે તેમને એટલા પૈસા પાછા નહીં મળે.
તેથી મને લાગે છે કે આ એક એવું ચક્ર છે જ્યાં સ્ત્રી-નિર્દેશિત ફિલ્મો પુરુષ-નિર્દેશિત ફિલ્મો જેટલી કમાણી કરતી નથી અને પછી એવું લાગે છે કે ‘ઓહ, એટલે જ તેની ફી વધુ છે અથવા તેની ફી ઓછી છે.” પડકારો હોવા છતાં, કૃતિએ ઇન્ડસ્ટ્રીના વલણ સામે ધીમાં પરંતુ નોંધપાત્ર પરિવર્તન વિશે આશાવાદ વ્યક્ત કર્યાે છે.
મહિલા-આધારિત ફિલ્મ ‘ક્‰’ની સફળતાનો ઉલ્લેખ કરી નિર્માતાઓને સ્ત્રી-પુરુષ કરતાં વાર્તાઓના આધારે વધુ નિર્ણય લેવા વિનંતી કરી. ૨૦૨૪ની ફિલ્મ ક્‰માં કૃતિએ તબ્બુ અને કરીના કપૂર સાથે અભિનય કર્યાે હતો.
આ ફિલ્મે વર્લ્ડ વાઇડ ૧૫૭ કરોડની કમાણી કરી હતી અને ગયા વર્ષે સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મોમાંની એક હતી. જો કૃતિના કામની વાત કરવામાં આવે તો, તે ઘણી મોટી રિલીઝ માટે તૈયારી કરી રહી છે. તે આગામી સમયમાં આનંદ એલ. રાયની ‘તેરે ઇશ્ક મેં’માં ધનુષ સાથે જોવા મળશે, ત્યારબાદ હોમી અડાજાનિયા દ્વારા દિગ્દર્શિત ‘કોકટેલ ૨’ માં શાહિદ કપૂર અને રશ્મિકા મંદાના સાથે જોવા મળશે.SS1MS