Western Times News

Gujarati News

કન્નડ ડિરેક્ટર સાથે હોરર કોમેડી બનાવવાની અજયની ઈચ્છા

મુંબઈ, અજય દેવગન ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી વ્યસ્ત કલાકારોમાંનો એક છે, જેની પાસે આગામી બે વર્ષ માટે એક મજબૂત લાઇન-અપ છે. અજય હાલમાં ડિરેક્ટર જગન શક્તિ સાથે રેન્જર માટે શૂટિંગ કરી રહ્યો છે.

પછી તેની બે કલ્ટ ળેન્ચાઇઝી – દ્રશ્યમ ૩ અને ગોલમાલ ૫ માટે શૂટિંગ કરવાનો છે. બંને ફિલ્મો લેખન તબક્કામાં છે અને ઓક્ટોબર અને જાન્યુઆરીમાં ફ્લોર પર જવાની છે.

હવે, અજય દેવગન તાજેતરની કન્નડ બ્લોકબસ્ટર, સુ ળોમ સોના ડિરેક્ટર સાથે ચર્ચામાં હોવાના અહેવાલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અજય દેવગન કેવીએન પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત હોરર કોમેડી માટે જેપી તુમિનાડુ સાથે વાતચીત કરી રહ્યો છે. “અજય દેવગન હંમેશા સર્જકોની વાર્તાઓ સાંભળવા માટે તૈયાર રહે છે અને તેમને જેપી તુમિનાડુ દ્વારા રજૂ કરાયેલો વિચાર ખૂબ ગમ્યો છે. તેમણે ફિલ્મની ટીમને સંપૂર્ણ સ્ક્રિપ્ટ સાથે પાછા આવવા કહ્યું છે, આગામી મીટિંગ એક મહિના પછી થશે.

અજયે હજુ સુધી કોઈ યોગ્ય હોરર કોમેડી ફિલ્મ કરી નથી અને આ ફિલ્મ તેની ગણતરીમાં ફિટ બેસે છે.” આ ફિલ્મનું નિર્માણ કેવીએન પ્રોડક્શન્સ દ્વારા કરવામાં આવશે અને ટીમ ૨૦૨૬ની શરુઆતમાં ફ્લોર પર લઈ જવાનું વિચારે છે.

સુત્રે જણાવ્યું, “કેવીએન પ્રોડક્શન હિન્દીમાં બે ફિલ્મો બનાવી રહ્યું છે – એક અક્ષય કુમાર અને સૈફ અલી ખાન સાથે ‘હૈવાન’ અને બીજી એક હોરર કોમેડી છે જેમાં અજય દેવગન મુખ્ય ભૂમિકામાં છે. ”કેવીએન પ્રોડક્શન હાલ યશના નેતૃત્વ હેઠળની ટોક્સિક ફિલ્મનું પણ નિર્માણ કરી રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.