અક્ષયની ‘રાઉડી રાઠોડ ૨’ ત્રણ વર્ષે પડતી મુકાઈ

મુંબઈ, ‘રાઉડી રાઠોડ ૨’ હવે બનશે નહીં. ઇન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર, નિર્માતાઓ શબીના ખાન અને સંજય લીલા ભણસાલીએ ત્રણ વર્ષના સતત પરંતુ નિરર્થક પ્રયાસો પછી આ ફિલ્મની સિક્વલને રદ કરી દીધી છે.
સિક્વલ માટે લખાયેલ સ્ક્રિપ્ટનો ઉપયોગ હવે એક સ્વતંત્ર ફિલ્મ બનાવવા માટે કરવામાં આવશે.રોની સ્ક્›વાલાએ યુટીવી મોશન પિક્ચર્સ હસ્તગત કર્યા પછી, ડિઝની ઇન્ડિયા, જે મૂળ રાઉડી રાઠોડ (૨૦૧૨)ના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના અધિકારો ધરાવે છે, તેમને પ્રારંભિક ચર્ચાઓ છતાં સિક્વલને લીલીઝંડી આપવામાં ખાસ રસ નથી.
“ડિઝની આ ફિલ્મ માટે કોઈ ઉત્સાહ દર્શાવવા તૈયાર ન હોવાથી, શબીના ખાન અને સંજય લીલા ભણસાલીએ ‘રાઉડી રાઠોડ ૨’ના વિચારને સંપૂર્ણપણે રદ કરવાનો અને સ્ક્રિપ્ટને એક સ્વતંત્ર મનોરંજનમાં ફરીથી રજૂ કરવાનો નિર્ણય લીધો છે.” અનુભવી સ્ક્રિપ્ટ રાઇટર વી. વિજયેન્દ્ર પ્રસાદ દ્વારા લખાયેલી આ સ્ક્રિપ્ટમાં હવે નોંધપાત્ર સુધારા કરવામાં આવી રહ્યા છે.
જેથી તેને એક નવી, હાઇ-ઓક્ટેન કોપ ડ્રામા બનાવી શકાય. સાથે સાથે ૨૦૧૨ની એક્શન બ્લોકબસ્ટર ફિલ્મની મનોરંજન અપીલ જાળવી રાખી શકાય, જેણે બોક્સ ઓફિસ પર શ્રેણીબદ્ધ નિષ્ફળતાઓ પછી અક્ષય કુમારને ફરીથી બોલિવૂડ ચાર્ટમાં ટોચ પર પહોંચાડ્યો હતો.
એવા પણ અહેવાલો છે કે જાણીતા તમિલ ફિલ્મ પ્રોડ્યુસર પી.એસ. મિથ્રનને ફિલ્મનું દિગ્દર્શન કરવા માટે સાઇન કરવામાં આવ્યા છે, તે આવતા વર્ષની શરૂઆતમાં તેનું શૂટિંગ શરૂ કરવાનું વિચારે છે.
મિથ્રન વિશાલ અને સામંથા રૂથ પ્રભુની ટેન્કો-થ્રિલર, ‘ઇરુમ્બુ થિરાઈ’(૨૦૧૮); શિવકાર્તિકેયનની ૨૦૧૯ની સુપરહીરો ફિલ્મ ‘હીરો’ અને કાર્તિની જાસૂસી એક્શન થ્રિલર ‘સરદાર’(૨૦૨૨) જેવી સ્ટાઇલિશ અને બોક્સ ઓફિસ પર સફળ તમિલ ફિલ્મોનું ડિરેક્શન કરવા માટે જાણીતા છે. તેમની આગામી ફિલ્મ ‘સરદાર ૨’માં કાર્તિ, એસજે સૂર્યા અને માલવિકા મોહનન લીડ રોલમાં છે, તે ડિસેમ્બર ૨૦૨૫માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
હવે નવી સ્ક્રિપ્ટ મુજબ એકદમ નવી એક્શન ફિલ્મની કાસ્ટિંગ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી, પરંતુ સૂત્રો સૂચવે છે કે સિદ્ધાર્થ મલ્હાત્રા, જે શરૂઆતમાં ફિલ્મનું મુખ્ય પાત્ર બનવા માટે ચર્ચામાં હતા, તે હવે તેમાં સામેલ નહીં થાય. તેના બદલે, તેઓ એક નવા, સક્ષમ સ્ટારની શોધમાં છે જે એક ગંભીર, કઠોર મોટા પોલીસ અધિકારીની ભૂમિકા ભજવે.SS1MS