Western Times News

Gujarati News

સોહા અલી ખાન સંપત્તિની બાબતમાં કંગના રનૌત-શ્રદ્ધા કપૂરથી આગળ

મુંબઈ, બોલિવૂડની પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોર અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કેપ્ટન મન્સૂર અલી ખાનની પુત્રી સોહા અલી ખાન, ફિલ્મોમાં પ્રવેશવા માટે કોર્પાેરેટ નોકરી છોડી દીધી.સોહાએ કહ્યું હતું કે તે ફિલ્મોમાં આવતા પહેલા કોર્પાેરેટમાં કામ કરતી હતી.

અભિનેત્રીએ કહ્યું હતું કે, ‘મને વાર્ષિક ૨ લાખ રૂપિયા મળતા હતા. આ એક પોસ્ટગ્રેજ્યુએટનો પગાર હતો. તે સમય દરમિયાન, હું મુંબઈમાં દર મહિને ૧૭૦૦૦ રૂપિયા ભાડું ચૂકવતી હતી.સોહાએ શાહિદ કપૂરની ફિલ્મ ‘દિલ માંગે મોર’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું.

જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ. ત્યારબાદ સારાએ ૩૦ થી વધુ ફ્લોપ ફિલ્મોમાં કામ કર્યું જેમાં ‘રંગ દે બસંતી’, ‘મુંબઈ મેરી જાન’, ‘દિલ કબડ્ડી’, ‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર’, ‘ઘાયલ વન્સ અગેન’નો સમાવેશ થાય છે.બાદમાં સોહાએ અભિનયથી દૂરી બનાવી.

બાદમાં સોહાએ ‘કૌન બનેગી શિખરવતી’ અને ‘હુશ હુશ’ સાથે વાપસી કરી. ફ્લોપ કારકિર્દી પછી પણ સારા વૈભવી જીવન જીવે છે અને તેની ફેન ફોલોઈંગ પણ ખૂબ સારી છે. સોહા તેના પતિ કુણાલ ખેમુ અને પુત્રી ઇનાયા સાથે મુંબઈમાં કરોડોના વૈભવી ઘરમાં રહે છે.રિપોર્ટ મુજબ, આજે પણ તે એક ફિલ્મ માટે ૫ કરોડ રૂપિયા લે છે. અભિનેત્રી મોડેલિંગ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી ઘણી કમાણી કરે છે.

કોઈમોઈના મતે, અભિનેત્રીની નેટવર્થ ૧૬૬ કરોડ રૂપિયા છે. સોહાએ તેના પતિ સાથે ‘રેનેગેડ ફિલ્મ્સ’ નામનું પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું છે.સોહાએ તાજેતરમાં જ ‘ઓલ અબાઉટ હર’ નામનું પોતાનું પોડકાસ્ટ શરૂ કર્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.