Western Times News

Gujarati News

કેન્સર કેર માટે એઆઇ- સંચાલિત ડાયગ્નોસ્ટિક્સ શરૂ કરનાર એસએસઓ કેન્સર હોસ્પિટલ મુંબઈમાં સર્વપ્રથમ બની

મુંબઈ, 25મી ઓગસ્ટ, 2025: સ્પેશિયાલિટી સર્જિકલ ઓન્કોલોજી (એસએસઓ) કેન્સર હોસ્પિટલે આજે એક એસએસઓ ક્લિનિશિયન ફોરમ: એઆઇ- અગ્રણી ઇનોવેશન ઇન કેન્સર કેરનું આયોજન કર્યું હતું, જેમાં ઓન્કોલોજીના ભવિષ્યની ચર્ચા કરવા માટે ક્લિનિશિયનો અને આરોગ્યસંભાળ કરતા સહયોગીને એકસાથે લાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) તથા ડિજિટલ સાધનો ભારતમાં કેન્સર શોધ, સારવાર તથા બચાવવાના દરમાં કેવી રીતે બદલી શકે છે, તે દર્શાવવામાં આવ્યું હતું. મુંબઈમાં કેન્સરની સંભાળ માટે એક અગ્રણી પગલામાં એસએસઓ કેન્સર હોસ્પિટલે આજે એસએસઓ મીડિયા અને ક્લિનિશિયન ફોરમ: એઆઇ અગ્રણી ઇનોવેશન ઇન કેન્સર કેર ખાતે Qure.ai સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી.

આ ડાયગ્નોસ્ટિક ટૂલ કેવી રીતે મદદ કરે છે? પલ્મોનરી નોડ્યુલ્સ એ ફેફસાંમાં નાની ફોલ્લીઓ (મસા) છે જે ઘણીવાર દર્દીઓ છાતીના એક્સ-રે અથવા સીટી સ્કેન કરાવતી વખતે આકસ્મિક રીતે સામે આવે છે. ઘણા નોડ્યુલ્સ હાનિકારક નથી, પરંતુ તેમાના કેટલાક પ્રારંભિક તબક્કાના ફેફસાના કેન્સર હોઈ શકે છે.

આ નોડ્યુલ્સને વહેલા શોધી કાઢવા અને તેનું નિરીક્ષણ કરવું મહત્વપૂર્ણ છે, કારણકે, જ્યારે કેન્સર સ્ટેજ 3 અથવા 4 જેવા પછીના તબક્કાની તુલનામાં સ્ટેજ 1માં પકડાય છે ત્યારે ફેફસાના કેન્સરના બચવાના દરમાં ઘણો સુધારો થાય છે. એકવાર શોધી કાઢવામાં આવ્યા પછી, દર્દીઓને થોરાસિક સર્જનો, પલ્મોનોલોજિસ્ટ અને ઓન્કોલોજિસ્ટ સાથે જોડીને શક્ય તેટલી વહેલી તકે સંરચિત સંભાળ સારવારમાં માર્ગદર્શન આપી શકાય છે – નિદાન અને સારવાર ઝડપી બનાવે છે, અને સંભવિત રીતે જીવન બચાવે છે.

આ સહયોગ વિશે ડો. સંકેત મેહતા, સર્જિકલ ઓન્કોલોજિસ્ટ તથા એસએસઓ કેન્સર હોસ્પિટલના સ્થાપક કહે છે:

“એસએસઓ ખાતે, અમે હંમેશા માનીએ છીએ કે દર્દીઓને પહેલા અત્યાધુનિક સેવા આપવી જોઈએ. એસએસઓ ઇકોસિસ્ટમમાં એઆઇ ડાયગ્નોસ્ટિક ટૂલ્સ લાવીને, અમે અમારા કેન્સર કેર માર્ગોમાં વિશ્વ-સ્તરીય એઆઇ સોલ્યુશન્સ લાવી રહ્યા છીએ, જેનાથી નિદાન ઝડપી, વધુ સચોટ અને સુલભ બનાવી રહ્યા છીએ. ભારતમાં સસ્તું અને પરિણામ-આધારિત ઓન્કોલોજી કેર પૂરી પાડવાની અમારી સફરમાં આ એક મહત્વપૂર્ણ છલાંગ છે.”

ક્લિનિકલ ક્ષમતાને હાઈલાઈટ કરતા, ડો. જિતેશ રાજપુરોહિત, થોરાકિક સર્જન, એસએસઓ કેન્સર હોસ્પિટલ ઉમેરે છે:

ફેફસાં અને અન્નનળી જેવા કેન્સરમાં, જ્યાં દરેક અઠવાડિયું મહત્વનું છે, એઆઇ પ્રારંભિક તબક્કાની સારવાર અને ઉપચારક્ષમતા અને અંતમાં તબક્કાની ઉપશામક સંભાળ વચ્ચે મહત્વપૂર્ણ તફાવત લાવી શકે છે. ડાયગ્નોસ્ટિક્સ અને સર્જિકલ આયોજનમાં એઆઇનો સમાવેશ કરવાથી આપણે રોગને વહેલા ઓળખી શકીએ છીએ, દર્દીની સારવારને વ્યક્તિગત કરી શકીએ છીએ અને આખરે આપણા દર્દીઓ માટે જીવિત રહેવાના દરમાં સુધારો કરી શકીએ છીએ.”

દર્દી-કેન્દ્રિત દ્રષ્ટિકોણથી, એસએસઓ કેન્સર હોસ્પિટલના સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. વિવેક સુકુમારે ટેકનોલોજી અને સહાનુભૂતિ વચ્ચે સંતુલન પર ભાર મૂકતા કહે છે કે:

“ટેકનોલોજી એક અત્યંત શક્તિશાળી સાધન છે, પરંતુ તેનો ઉપયોગ હંમેશા દયા રાખીને થવો જોઈએ. અમારા મલ્ટીડિસિપ્લિનરી, માનવ-સંચાલિત સંભાળ મોડેલ સાથે એઆઇ-સક્ષમ શોધને જોડીને, અમે ખાતરી કરી રહ્યા છીએ કે, દર્દીઓ ફક્ત લાંબું જ નહીં પરંતુ વધુ સારી રીતે જીવે છે. આ સહોયગ દર્દીઓને આશા અને જીવનની ગુણવત્તા બંને આપવા માટેનો છે.”

એસએસઓ કેન્સર હોસ્પિટલ ભારતની કેન્સર સામેની લડાઈમાં મોખરે છે, જે અત્યાધુનિક, ઓર્ગન-સ્પેસિફિક કેન્સર સંભાળ પૂરી પાડે છે, જે ચોક્કસ અને સસ્તું બંને હોવાની સાથોસાથ, ખાતરી કરે છે કે કેન્સરની સંભાળ એ વિશેષાધિકાર નહીં પણ બધાનો અધિકાર છે.

આ પહેલ એસએસઓના ભારતના અગ્રણી ઓર્ગન-સ્પેસિફિક ઓન્કોલોજી નેટવર્ક સ્થાપિત કરવાના મિશનને પ્રતિબિંબિત કરે છે, જે અત્યાધુનિક અને કરુણા દ્વારા સંચાલિત છે. એઆઇ-સમર્થ ઇમેજિંગ અને ડાયગ્નોસ્ટિક્સ દ્વારા, એસએસઓ કેન્સરને વહેલા શોધી કાઢવા, વધુ ચોકસાઈ સાથે સર્જિકલ નિર્ણય લેવાનું માર્ગદર્શન આપવા અને દર્દીઓ માટે જીવન ટકાવી રાખવાના પરિણામોમાં સુધારો કરવાનો હેતુ ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.