91 કરોડના પ્રોજેક્ટ્સને AMCની મંજૂરી- અમદાવાદમાં હવા પ્રદૂષણ રોકવા માટે

AI Image
જેમાં રિ-કાર્પેટિંગ, સ્ટ્રીટ સ્વીપિંગ, પાણીનો છંટકાવ, રોડ સાઈડ ડસ્ટ કલેક્શન જેવા કામો શામેલ છે. જેમાં રૂ.૪૦.૯૧ કરોડ ખર્ચ થશે.
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે કુલ રૂ.૯૧ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ ખર્ચ નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત શહેરની હવાની ગુણવત્તા સુધારવા માટે કરવામાં આવશે. હવાના પ્રદૂષણ ઘટાડવા માટે આઈસીએલઈઆઈ સાઉથ એશિયા નામક કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે.
તેઓ દ્વારા સીએક્યુએમએસ (સેન્ટ્રલાઇઝ્ડ એર મોનીટરીંગ) સ્ટેશનથી મળતી માહિતી આધારિત એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. આમ, અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં રસ્તાઓની સુધારણા, ડસ્ટ કન્ટ્રોલ, ઇલેક્ટ્રિક બસ ર્ચાજિંગ સુવિધાઓ અને વૈજ્ઞાનિક મોનીટરીંગ માટે એએમસી દ્વારા મોટા પાયે કામ શરૂ કરવામાં આવી રહ્યા છે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગ દાણી અને હેલ્થ કમિટી ચેરમેન જશુભાઈ ઠાકોર ના જણાવ્યા મુજબ નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત રસ્તાઓનું રી-સર્ફેસિંગ અને ડસ્ટ કન્ટ્રોલ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવામાં આવશે જેમાં રિ-કાર્પેટિંગ, સ્ટ્રીટ સ્વીપિંગ, પાણીનો છંટકાવ, રોડ સાઈડ ડસ્ટ કલેક્શન જેવા કામો શામેલ છે.
જેમાં રૂ.૪૦.૯૧ કરોડ ખર્ચ થશે. આ ઉપરાંત એએમટીએસ બસ ડિપોમાં ઈવી ર્ચાજિંગ સ્ટેશન- ટકાઉ પરિવહનને પ્રોત્સાહિત કરવા માટે. રૂ.૧૨.૩૦ કરોડ ખર્ચ કરવામાં આવશે તેમજ ગાંધીનગર, કાલોલ, સાણંદ અને બાવળા નગરપાલિકામાં એર ક્વોલિટી મોનીટરીંગ અને કન્ટ્રોલ કામો – સ્થાનિક સ્તરે હવાની ગુણવત્તા સુધારવા માટે રૂ.૧૮.૦૮ કરોડ ફાળવવામાં આવ્યા છે.
ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા ૨૦૨૪-૨૫ દરમિયાન એએમસી, ગાંધીનગર મહાનગરપાલિકા, સાણંદ, બાવળા અને કાલોલ નગરપાલિકાઓને કુલ રૂ.૧૮.૦૮ કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી.અમદાવાદને સૌથી વધુ રૂ.૪૦.૬૬ લાખ, ગાંધીનગરને રૂ.૧૪.૩૮ કરોડ અન્ય નગરપાલિકાઓને રૂ.૪.૦૧ કરોડથી વધુ ફાળવવામાં આવ્યા છે.