ગુજરાતમાં દરરોજ 36 જેટલા દર્દી સ્ટ્રોક-પેરાલિસિસનો શિકાર

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં સ્ટ્રોક-પેરાલીસીસને લગતી બીમારીના કેસ વધી રહયા છે. ર૦ર૩માં પહેલી જાન્યુઆરીથી ૧૮મી ઓગષ્ટ સુધીમાં સ્ટ્રોકના ૭૮૮૩ ઈમરજન્સી કેસ૧૦૮ એમ્બ્યુલનસને મળ્યા હતા. આ જ સમય ગાળામાં વર્ષ ર૦રપમાં ગુજરાતમાં ૮.૧૯ર કેસ નોધાયા છે.
સૌથી વધુ ર,ર૩ર કેસ અમદાવાદમાં નોધાયા છે. ગત વર્ષે ર.૧૭૦ કેસ હતા. આ દર્દીઓને તાત્કાલીક નજીકની હોસ્પિટલે સારવાર માટે ખસેડવા પડયા છે. અત્યારે ગુજરાતમાં રોજના ૩પથી૩૬ સ્ટ્રોકને લગતા ઈમરજન્સી કેસ નોધાઈ રહયા છે. આ માત્ર ઈમરજન્સ સર્વીસના આંકડા છે. આ સિવાય અન્ય કેસનો આંકડો મોટો હોઈ શકે છે. સુરતમાં આ વર્ષે ૯૮૩ દર્દીને ઈમરજન્સીમાં હોસ્પિટલે ખસેડાયા છે.
ગત વર્ષે ૮૭ર કેસ હતા. વર્ષ ર૦રપમાં વડોદરામાં પ૪૦, રાજકોટમાં ૪૮૪, ભાવનગરમાં ૪પ૯, જુનાગઢમાં ર૮૮, ગાંધીનગરમાં ર૩૯,જામનગરમાં રર૮, નવસારી જીલ્લામાં રરપ, અમરેલી જીલ્લામાં ર૧૯, આણંદમાં ર૦૦ ખેડા જીલ્લામાં ૧૭૯, વલસાડ જીલ્લામાં ૧૭૮, કચ્છમાં ૧૭ર મહેસાણા જીલ્લામાં ૧પપ, તાપી જીલ્લામાં ૧૪૪,ગીર સોમનાથ જીલ્લામાં ૧૦૬ જયારે ભરૂચ જીલ્લામાં ૧૦૭ ઈમરજન્સી કેસ નોધાયા છે.