લીઝ ચાલુ કરવા બનાવટી સર્ટી રજૂ કરનાર ત્રણ સામે ફરિયાદ

પ્રતિકાત્મક
તલોદ, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ખાણ-ખનિજ વિભાગની કચેરીમાં બનાવટી એન્વાયરમેન્ટ સર્ટિ રજૂ કરી એનો ખરા તરીકે ઉપયોગ કરનાર ત્રણ શખ્સો સામે ખાણ-ખનિજ વિભાગના કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ખાણ-ખનિજની કચેરી ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતુ ગાંધીનગરના પત્ર તા.ર૮.૭.ર૦ર૩ થી મિની સ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ કલાઈમેન્ટ ચેન્જના ઓફીસ મેમોરેન્ડમ મુજબ જીલ્લા કક્ષાએથી ડી સ્ટ્રીક લેવલ એન્વાયરમેન્ટ ઈમ્પેકટ ઓથોરીટી (ડીઈઆઈએએ) દ્વારા મંજૂર કરવામાં આવેલ ગૌણ ખનિજના તમામ એન્વાયરમેન્ટ કલીયરન્સ (ઈ.સી) રાજય કક્ષાએ રીઅપ્રેઝડ કરાવી લીઝ ધારકોએ ફરીથી મંજુર કરાવવાના થતા હોય
ફરીયાદીની કચેરી દ્વારા લીજ ધારકો દ્વારા રજુ કરેલ ઈ.સી. સર્ટિ વેરીફાઈ કરતા આરોપી અતુલકુમાર નવીનચંદ્ર સોમપુરા (રહે. કચ્છી સોસાયટી, છાપરીયા ચાર રસ્તા, હિંમતનગર)ના નામે હિંમતનગર તાલુકાના સવગઢ ગામના સર્વે નં.પ૬૪ પૈકીમાં ૧૦૦ ૦૦ હેકટર વિસ્તારમાં સેન્ડ સ્ટોન ખનિજની લીઝ (કવોરી)ની લીઝ મંજુર થયેલ હોય જે લીઝ ચાલુ કરવા બાબતે એન્વાર્યમેન્ટ સર્ટિ (ઈ.સી.)ની જરૂર પડતા આરોપી
સંજય બદાજી વણઝારા (રહે. વણઝારા વાસ, ન્યાય મંદિર, હિંમતનગર)એ આરોપી અતુલ સોમપુરાના કહેવાથી આરોપી રાજગીરી ગોપાલગીરી ગોસ્વામી (રહે. પાણપુર, સવગઢ તા.હિંમતનગર) પાસેથી કોઈપણ રીતે એન્વાયરમેન્ટ કલીયરન્સ (ઈ.સી.) નંબરઃ ડીઈઆઈએએ સાબરકાંઠાથી બનાવટી બનાવી
તેનો ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતુ, હિંમતનગર ખાતે ખરા તરીકે ઉપયોગ કરી રજુ કરી તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કરતા આ બાબતે ખાણ-ખનિજ વિભાગના કર્મચારી ભાવિન અટોસે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.