“જે કોઈને નડે નહીં, કનડે નહીં તેને કોઈ ગ્રહ નડે નહીં”

તમારે તમારી જાતનું મૂલ્યાંકન કરવું જોઈએ- વિજય યશોવર્મસૂરીશ્વરજી
ઈડર, પર્વાધિરાજ પર્યુષણા પર્વને નવી મુંબઈમાં આરાધના ચાલી રહી છે. યુવાન આવ્યો થોડોક રડયો ને કહે ગુરૂદેવ ! સુસાઈડ કરવાના વિચારો આવે છે. ખબર નહીં કેમ, આખા ઘરમાં બધા જ મારા વિરોધી છે.
હું કંઈ બોલું બધાને ટોંટ લાગે, ઊંધું લાગે છે, કયો ગ્રહ નડે છે ખબર નહીં, કોઈ ગ્રહશાંતિનો જાપ આપો ત્યાં જ પાછળ એના પત્ની આવ્યા ને મને કહે ગુરૂદેવ ! એને કહો ગ્રહશાંતિની જરૂર નથી તે ઘરમાં શાંતિ રાખે. ગુરૂદેવ ! એને કોઈ ગ્રહ નડતો નથી આખા ઘરને આ જ નડે છે.
પ્રવચન સભામાં બેઠેલા સૌએ સેલ્ફ ઓબ્ઝર્વેશન કરો, કયાંક આપણે જ તો કોઈને નડતા ને કનડતા નથી બાકી સત્ય છે જે કોઈને નડતા નથી જે કોઈને કનડતા નથી તેને કોઈ ગ્રહ નડતા નથી ઉપરથી ગ્રહની સામે પ્રભુનો અનુગ્રહ એટલે એને મળે જ.
પૂજ્યવાદ શ્રદ્ધેય પ્રભાવક ગુરૂદેવ શ્રી યશોવર્મસૂરીશ્વરજી મહારાજા, વિદ્ધદ્વર્ય પૂજ્ય આચાર્ય શ્રી ભાગ્યયશસુરીજી મહારાજ સાહેબ સાથે યુવા પ્રવચનકાર આચાર્ય શ્રી હીંકારયશસૂરીજી મહારાજ જે પ્રવચનમાં સૌને કલ્પસૂત્રમય બનાવી દીધા હતા.
સૂત્રધિરાજ કલ્પસૂત્રની પૂજા વધામણાને પ્રવચનમાં પ્રથમ સાધુના ૧૦ આચારો (કલ્પો) ચાતુર્માસિક ક્ષેત્રના લક્ષણો, પ્રભવીરનું ચ્યવન-ર૭ ભવની રોમાંચક વાતો સાંભળતા સૌ અહોભાવથી ભાવિત બની ગયા હતા. પ્રભુ વીરનું જન્મ વાંચન ૧૪ સપનાના ચઢાવાને જૈન સમાજનો શિરમોર આનંદ ઉલ્લાસનો દિવસ છે. રોજના બે ટાઈમના પ્રવચનમાં ભાવિકો જોડાઈ રહ્યા છે. ર૪ તીર્થંકર તપના પારણા તારીખ ૩૧ ઓગસ્ટ તપયાત્રા સાથે થશે.