પ્રક્રિયાગત અગમચેતીનો ભંગ જણાય તો મૃત્યુદંડની સજાને પડકારી શકાયઃ સુપ્રીમ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે મૃત્યુદંડ જેવી ગંભીર સજા પામેલા આરોપીને બંધારણની કલમ ૩૨ હેઠળ કેસ રીઓપન કરવાની છૂટ સુપ્રીમ કોર્ટે આપી છે. વર્ષ ૨૦૦૮માં નાગપુર ખાતે ચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી કરપીણ હત્યા નિપજાવવાના કેસમાં આરોપીને મૃત્યુ દંડની સજા થયેલી હતી. આ કેસમાં કસૂરવાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં કેસ રીઓપન કરવા અરજી થઈ હતી.
આ અરજીને માન્ય રાખતા સુપ્રીમ કોર્ટે નોંધ્યુ હતું કે, પ્રક્રિયાગત અગમચેતીનો ભંગ થયેલો જણાય તો બંધારણની કલમ ૩૨ હેઠળ કેસ રીઓપન કરવાની કોર્ટને સત્તા છે.
નાગપુર ખાતે એપ્રિલ ૨૦૦૮માં ચાર વર્ષની બાળકી પર બળાત્કાર બાદ હત્યાનો ગુનો નોંધાયો હતો.આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ ચોકલેટની લાલચ આપી બાળકી પર બળાત્કાર ગુજાર્યાે હતો અને ઓળખ છુપાવવા પથ્થરથી માથુ છૂંદી નાખ્યુ હતું. જસ્ટિસ વિક્રમ નાથ, સંજય કરોલ અને સંદીપ મેહતાની કોર્ટમાં આરોપીની અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી.
સુપ્રીમે મનોજ વિરુદ્ધ મધ્યપ્રદેશ કેસના ચુકાદાનો સંદર્ભ આપ્યો હતો. જેમાં આરોપીને મૃત્યુદંડની સજા આપતા પહેલા ટ્રાયલ કોર્ટે સાયકિઆટ્રિક અને સાયકોલોજિકલ ચકાસણી સહિતની માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું હોય છે.
પ્રસ્તુત કેસમાં તેનો અભાવ જણાતા સુપ્રીમ કોર્ટે કેસ રીઓપન કરવા મંજૂરી આપી હતી.૨૦૧૪માં સુપ્રીમ કોર્ટે આરોપીની મૃત્યુદંડની સજા યથાવત રાખી હતી. બાદમાં આરોપીએ ૨૦૧૭માં ફરી રીવ્યૂ પીટિશન કરી હતી અને તેને પણ ફગાવી દેવાઈ હતી.
૨૦૨૨માં મહારાષ્ટ્રના રાજ્યપાલે અને ૨૦૨૩માં રાષ્ટ્રપતિએ પણ આરોપીની માફીની અરજી ગ્રાહ્ય રાખી ન હોતી. હવે, સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ બી આર ગવઈ સમક્ષ આ કેસની નવેસરથી સુનાવણી થશે.SS1MS