મનીષ મલ્હાત્રાની ફિલ્મ ‘ગુસ્તાખ ઇશ્ક’ નવેમ્બરમાં રિલીઝ થશે

મુંબઈ, ફેશન ડિઝાઇનર મનીષ મલ્હાત્રાએ રવિવારે ડિરેક્ટર તરીકેની તેની પહેલી ફિલ્મની જાહેરાત કરી. ‘ગુસ્તાખ ઇશ્ક’ નામની આ ફિલ્મમાં વિજય વર્મા અને ફાતિમા સના શેખ મુખ્ય ભૂમિકામાં છે.
આ વર્ષે નવેમ્બરમાં રિલીઝ થવાની તૈયારીમાં છે, આ ફિલ્મનો ફર્સ્ટ લૂક સોમવારે લોંચ કરવામાં આવ્યો છે. ફેશન ડિઝાઇનર મનીષ મલ્હાત્રા આગામી રોમેન્ટિક ડ્રામા ‘ગુસ્તાખ ઇશ્ક’ સાથે ફિલ્મ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરવા માટે તૈયાર છે.
આ ફિલ્મમાં વિજય વર્મા, ફાતિમા સના શેખ, નસીરુદ્દીન શાહ અને શારિબ હાશ્મી સહિત નોંધપાત્ર કલાકારો છે.આ ફિલ્મ આ નવેમ્બરમાં થિયેટરમાં રિલીઝ થવાની છે. મલ્હાત્રાએ આ નવા સાહસ પાછળ પ્રેરણા તરીકે સિનેમા પ્રત્યેના તેમના જીવનભરના જુસ્સાને જવાબદાર કહ્યો છે.
સોમવારે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, ડિઝાઇનરે કહ્યું, “બાળપણથી જ, હું સિનેમા માટે ઊંડા ઇશ્ક (પ્રેમ) સાથે જીવ્યો છું. વાર્તાઓનો જાદુ, મોટા પડદાની ચમક અને પડદા પર નામ રોલ થયા પછી લાંબા સમય સુધી મનમાં રહી જતી લાગણીઓ.”ત્યારબાદ તેમણે પોતાની પહેલી ફિલ્મની જાહેરાત કરતા કહ્યું, “આ પ્રેમે મારા વ્યક્તિત્વને આકાર આપ્યો છે.
આજે, મને સૌથી વધુ આનંદ એ વાતનો છે કે મારું એ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. આ નવેમ્બરમાં, નિર્માતા તરીકે મારી પહેલી ફિલ્મ, ‘ગુસ્તાખ ઇશ્ક – કુછ પહેલે જૈસા’ થિયેટરમાં રિલીઝ થશે.”
મલ્હાત્રાએ આગળ કહ્યું, “આ સફર ખાસ, વ્યક્તિગત અને ખરેખર હૃદયથી નજીક છે. બાળપણથી જ ફિલ્મો સાથે મારો ઇશ્ક રહ્યો છે.” આ વર્ષની શરૂઆતમાં, એવા અહેવાલો આવ્યા હતા કે મનિષ મલ્હાત્રા સુપ્રસિદ્ધ અભિનેત્રી મીના કુમારીની બહુપ્રતિક્ષિત બાયોપિક પર ફિલ્મ બનાવી શકે છે.
જોકે, તેમણે ગોવામાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા માં એક સેશન દરમિયાન આ સમાચારને નકારી કાઢ્યા હતા. મલ્હાત્રાએ ‘ટૂંક સમયમાં કંઈક બીજું’ ડિરેક્શન કરવાનો સંકેત આપ્યો હતો. તેણે કહ્યું હતું, “મારા પર યશજી ચયશ ચોપરાની ખૂબ જ અસર થઈ છે અને હું એક દિવસ રોમાન્સ ફિલ્મ્સનું દિગ્દર્શન કરવા માંગુ છું.”SS1MS