Western Times News

Gujarati News

અમરેલી ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસમાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી શરૂ કરાઈ

અમરેલી, અમરેલી પોસ્ટ ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસમાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી (એપીટી) આધારિત સેવાનો શુભારંમ કરવામાં આવ્યો છે.
પોસ્ટ વિભાગમાં આઈ.ટી. મોર્ડનાઈઝેશન પ્રોજેકટ ૧.૦ની સફળતાના આધારે લોન્ચ કરવામાં આવેલું નવું એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી પ્લેટફોર્મ માઈક્રો સર્વિસ આધારિત એપ્લિકેશન રજૂ કરે છે. જેના કારણે પોસ્ટ ઓફિસમાં ઝડપી, વધુ વિશ્વસનીય અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ નાગરિક કેન્દ્રિત સેવાઓ પ્રદાન કરે છે.

સેન્ટર ફો એકસલન્સ ઈન પોસ્ટલ ટેકનોલોજી (સીઈપીટી) દ્વારા સ્વદેશી રીતે ડિઝાઈન અને વિકસિત આ એપ્લિકેશન કેન્દ્ર સરકારના કલાઉડ પ્લેટફોર્મ મેઘરાજ ર.૦ પર હોસ્ટ કરવામાં આવી છે અને બી.એસ.એન.એલ.ની રાષ્ટ્રવ્યાપી ટેકનોલોજી દ્વારા સમર્થિત છે.

આ અંગે કેન્દ્રીય મંત્રી સિંધિયાએ જણાવ્યું કે, એપીટી ઈન્ડિયા પોસ્ટને વિશ્વ કક્ષાના જાહેર લોજીસ્ટિકસ સંગઠનમાં પરિવર્તિત કરશે, જે આત્મનિર્ભર ડિજિટલ ભારતનો માર્ગ તૈયાર કરે છે.

એ.પી.ટી. સુક્ષ્મ સેવાઓ, ઓપન એ.પી.આઈ આધારિત આર્કિટેકચર, બુકિંગથી ડિલિવરી સુધીનું તમામ ડિજિટલ નિવારણ, કયુઆર કોડ ચુકવણીઓ, ઓટીપી આધારિત ડિલિવરી, ડિલિવરીની ચોકસાઈ વધારવા માટે ૧૦ અંકના આલ્ફા ન્યૂમેરિક પીનથી સુસજ્જ છે. રાજયના તમામ ર૩ પોસ્ટ સર્કલમાં આ સેવાનો પ્રારંભ થયો છે. જેમાં ૧.૭૦ લાખથી વધુ ઓફિસ જેમાં પોસ્ટ ઓફિસ, મેઈલ ઓફિસ, વહીવટી એકમો એપીટી પણ કાર્યરત છે.

આ પ્રોજેકટ અંતર્ગત નવી ટેકનોલોજી અંગે ૪.૬ લાખથી વધુ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ એક જ દિવસમાં ૩ર લાખી વધુ બુકિંગ અને ૩૭ લાખ ડિલિવરી સફળતાપૂર્વક કરવામાં આવી છે, તેમ અમરેલી પોસ્ટ ડિવિઝન (ડાકઘર) અધિક્ષકે યાદીમાં જણાવ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.