દિવાલની ગોખમાં કંઈક અસાધારણ નજરે પડયું-કાચની બોટલમાંથી ૧૨૨ વર્ષ જૂનો સંદેશો મળ્યો

ઓસ્ટ્રલિયાના લાઈટહાઉસમાં દિવાલમાં રાખેલી સીલબંધ કાચની બોટલમાં હસ્તલિખિત કાગળમાં લાઈટહાઉસના સમારકામની વિગતો હતી
મુંબઈ, તાસ્મેનિયાના કેપ બુÙની લાઈટહાઉસમાં એક નિયમિત જાળવણી કાર્ય દરમ્યાન એક અસાધારણ શોધ થઈ હતી.
એક બોટલમાંથી ૧૨૨ વર્ષ જૂનો સંદેશ મળ્યો હતો. રંગકામ કરનાર બ્રિયાન બુરફોર્ડ લાઈટહાઈસની ફાનસ રૂમમાંથી જ્યારે કાટ અને ઘસારાને સાફ કરી રહ્યો હતો ત્યારે તેને દિવાલની ગોખમાં કંઈક અસાધારણ નજરે પડયું. નજીકથી નિરીક્ષણ કરતા તેને એક સીલબંધ કાચની બોટલ મળી જેમાં એક કવર હતું અને આ કવરમાં ૧૯૦૩માં હાથેથી લખેલા બે કાગળ હતા. A Painter Found a 122-Year-Old Message in a Bottle Hidden in a Lighthouse in Tasmania
હોબાર્ટ મરીન બોર્ડ માટે લાઈટહાઉસ ઈન્સપેક્ટર જેઆર મીચ દ્વારા લખેલા કાગળમાં નવા પગથિયા, ફર્શ, ફાનસ રૂમ અને લેન્સ સહિત લાઈટહાઉસમાં કરાયેલા મુખ્ય સુધારાની ચીવટપૂર્વક દસ્તાવેજીકરણ કરાયું હતું. ૧૮૩૮માં લાઈટહાઉસના મૂળ બાંધકામના ૭૦ વર્ષ પછી આ સુધારા કરાયા હતા. કેપ સોરેલ અને તાસ્મન આઈલેન્ડ જેવા અનેક તાસ્મેનિયન લાઈટહાઉસના સુધારાની દેખરેખ માટે જાણીતા મીચે સંભવિતપણે સુધારાના રેકોર્ડ સાચવવા આ કાગળ છુપાવ્યા હોઈ શકે.
જર્જરિત થયેલો કાગળ કાઢવાની પ્રક્રિયા નાજૂક હતી. બોટલને ડામરમાં લપટાયેલા બૂચ દ્વારા સીલ કરવામાં આવી હોવાથી તેને હટાવવું મુશ્કેલ હતું. તાસ્મેનિયન મ્યુઝીયમ અને આર્ટ ગેલેરીના સંરક્ષકોને દિવસોની જહેમત પછી કોઈપણ નુકસાન વિના કાળજીપૂર્વક બૂચ કાઢીને ચુસ્તપણે ઘડી કરેલા કાગળ મેળવવામાં સફળતા મળી.
તાસ્મેનિયા પાર્ક્સ અને વાઈલ્ડલાઈફ સર્વિસ માટેના હેરિટેજ મેનેજરે જણાવ્યું કે આ પ્રક્રિયા રોમાંચક હતી, એક રહસ્ય ખુલવાની રાહ જોવાઈ રહી હતી. આ કાગળ હવે જાળવવામાં આવી રહ્યો છે અને તેને ટૂંક સમયમાં જાહેર પ્રદર્શન માટે મુકાશે જે તાસ્મેનિયાના દરિયાઈ ઈતિહાસ તેમજ દરિયાકાંઠાના ચોકીદારોનું નિર્માણ અને જાળવણી કરનારનારાની પ્રતિબદ્ધતાની દુર્લભ ઝાંખી કરાવશે.