આ નવરાત્રિએ SP રીંગ રોડ, બોપલ ખાતે ગરબાની રમઝટ જીગ્નેશ કવિરાજ સાથે

- વકીલ બ્રિજ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં એસપી રિંગ રોડ, બોપલ ખાતે નવરાત્રિ દરમિયાન આશરે 1,50,000નો ફૂટફોલ રહેશે
- “માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિ ઓમ કન્સલ્ટન્સી દ્વારા ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. સપ્ટેમ્બર ૨૨ થી ૧ ઑક્ટોબર એટલે કે નવરાત્રિના 10 દિવસ દરમિયાન
અમદાવાદ : નવરાત્રિની ધૂન અને ગરબાનું નામ સાંભળતા જ ગુજરાતીઓના હૈયા ધબકવા માંડે છે. આ વર્ષે નવરાત્રિ વધુ રંગીન, વધુ ભવ્ય અને વધુ અનોખી બનવા જઈ રહી છે. શહેરના જાણીતા આયોજક માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિ ઓમ કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદમાં આવેલ વકીલ બ્રિજ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં એસપી રિંગ રોડ, બોપલ ખાતે સપ્ટેમ્બર ૨૨ થી ૧ ઑક્ટોબર એટલે કે નવરાત્રિના 10 દિવસ દરમિયાન માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિ ઓમ કન્સલ્ટન્સી દ્વારા ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. માં નવરાત્રી ૨૦૨૫ ના એનાઉસમેન્ટ પ્રસંગે માં ઇવેન્ટ મેનેજમેન્ટ ના ફાઉન્ડર જયદીપસિંહ ગોહિલ અને હરિ ઓમ કન્સલ્ટન્સી કૃષિત બારોટ ઉપસ્થિત રહ્યા હતા.
ગરબાની મજા ત્યારે જ બમણી થઈ જાય જ્યારે મંચ પર ગાયનનો જાદુ સર્જે સુપરસ્ટાર ગાયક. ગુજરાતના લોકપ્રિય ગાયક જીગ્નેશ કવિરાજ નવરાત્રિના તમામ 10 દિવસ ગરબાની રમઝટ બોલાવશે અને ખેલૈયાઓને અનોખી ઉર્જા આપશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદીઓ માટે જીગ્નેશ કવિરાજનું પરફોર્મન્સ ખાસ આકર્ષણ રહેશે.
માં ઇવેન્ટ મેનેજમેન્ટના ફાઉન્ડર જયદીપસિંહ ગોહિલએ જણાવ્યું કે, “ગત વર્ષે અમદાવાદીઓએ ‘માં ઇવેન્ટ મેનેજમેન્ટ’ને અભૂતપૂર્વ પ્રેમ આપ્યો હતો. આ વર્ષે વધુ ભવ્ય આયોજન સાથે ખેલૈયાઓ માટે નવી અનુભવયાત્રા ઉભી કરવામાં આવશે. આ વખતે આશરે 1,50,000 થી વધુ લોકો જોડાશે એવી અપેક્ષા છે. સુરક્ષા અને ખેલૈયાઓની સુવિધાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. ગરબા ગ્રાઉન્ડ વિશાળ જગ્યા ધરાવતું છે, જ્યાં ખેલૈયાઓને સંપૂર્ણ રીતે ગરબા રમવાની મજા આવશે. સાથે જ 15 જેટલાં ફૂડસ્ટોલ્સ પણ રહેશે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “અમારો મુખ્ય હેતુ છે કે પરંપરાગત ગરબાની સુંદરતા સાચવીને તેમાં નવા સંગીતના પ્રયોગો કરીને ખેલૈયાઓને એક યાદગાર અનુભવ કરાવવો. નવરાત્રિ એવી પળ છે જ્યારે લોકો ભેગા થાય છે, ભક્તિ અને આનંદમાં ગરકાવ થઈ જાય છે. માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિ ઓમ કન્સલ્ટન્સી દ્વારા આ વર્ષે વધુ ગ્રાન્ડ સ્કેલ પર આ નવરાત્રીની ઉજવણી રજૂ કરવા તૈયાર છે.”
પ્રખ્યાત ગાયક જીગ્નેશ કવિરાજએ પણ પોતાના ભાવ વ્યક્ત કરતા કહ્યું કે, “ખેલૈયાઓ મારા માટે ઊર્જાનું સ્ત્રોત છે. અમદાવાદ શહેરમાં અલગ-અલગ વિસ્તારો અને અલગ શહેરોમાંથી લોકો આવીને ગરબા રમે છે તે એકતા અને આનંદનો અનોખો સંદેશ આપે છે. ગત વર્ષે જે અભૂતપૂર્વ પ્રેમ અને ઉત્સાહ મળ્યો છે, તેને આ વર્ષે હું ડબલ એન્ટરટેઇનમેન્ટ આપી પરત કરવા ઈચ્છું છું. માં નવરાત્રી ૨૦૨૫ મારફતે ખેલૈયાઓને ગરબાની રમઝટ બોલાવવાની આતુરતા છે.”
આ વર્ષે માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિ ઓમ કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદના ખેલૈયાઓ માટે એક ભવ્ય ઉત્સવ સાબિત થવાનો છે – જ્યાં સંગીત, પરંપરા, ભક્તિ અને આનંદ એક સાથે સંગઠિત થઈને નવરાત્રિને યાદગાર બનાવી દેશે.