હવે દુનિયાના ડઝન દેશોમાં ઈવી ચાલશે તેમાં લખેલુ હશે Made In India: PM મોદી

સ્વદેશી અપનાવો, ૨૦૪૭ સુધી વિકસિત ભારત બનાવો-વિદેશી કંપનીઓ ભારતમાં કાર બનાવી રહી છેઃ મોદી
વાઇબ્રન્ટ ગુજરાત સમયે હું મારૂ વિઝિટિંગ કાર્ડ પણ જાપાનીમાં બનાવતો હતો. ગુજરાતના વીડિયો બનાવતા હતા પ્રમોશનલ તે જાપાની ભાષામાં ડબિંગ કરાવતો હતોઃ PM
(એજન્સી)બહુચરાજી, વડાપ્રધાન મોદીએ હાંસલપુર ખાતે સુઝુકી મોટર્સના ગ્લોબલ બેટરી ઇલેક્ટ્રીક વ્હીકલને ફ્લેગ-ઓફ તથા ટીડીએસ લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઇબ્રીડ બેટરી ઇલેક્ટ્રોડ્સના ઉત્પાદનનો પ્રારંભ કરાવ્યો હતો.
મોદીએ કહ્યું કે, આજથી ભારતમાં બનેલા ઇલેક્ટ્રિક વ્હીકલ ૧૦૦ દેશોને એક્સપોર્ટ કરવામાં આવશે.આજે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોલ મેન્યુફેક્ચરીંગ પણ સ્ટાર્ટ થઇ રહ્યું છે. આજનો દિવસ ભારત અને જાપાનની ફ્રેન્ડશિપને પણ નવો આયામ આપી રહ્યો છે. હું તમામ દેશવાસીઓને, જાપાનને, સુઝુકી કંપનીને શુભકામના પાઠવું છું.
ભારતની સક્સેસસ્ટોરીના બિજ ૧૩ વર્ષ પહેલા વાવવામાં આવ્યા હતા. ૨૦૧૨માં જ્યારે હું મુખ્યમંત્રી હતો તે સમયે મારૂતિ સુઝુકીને હાંસલપુરમાં જમીન ફાળવી હતી. વિઝન તે સમયે પણ આત્મનિર્ભર ભારતનું હતું, મેક ઇન ઇન્ડિયાનું હતું. અમારા ત્યારના પ્રયાસો આજે દેશના સંકલ્પને પૂર્ણ કરવામાં આટલી મોટી ભૂમિકા નીભાવી રહ્યા છે. સુઝુકી જાપાન ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરી રહ્યું છે અને તે ગાડીઓ જાપાનને એક્સપોર્ટ કરવામાં આવી રહી છે.
આ જાપાન અને ભારતના સંબંધોની મજબૂતિ છે. ભારતને લઇને ગ્લોબલ કંપનીઓના વિશ્વાસને પણ તમારી સામે પ્રસ્તૃત કરે છે. એક રીતે મારૂતિ સુઝુકી જેવી કંપનીઓ મેક ઇન ઇન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર બની ચુકી છે. સતત ચાર વર્ષથી મારૂતિ ભારતની સૌથી મોટી કાર એક્સપોર્ટર છે. આજથી ઈવી એક્સપોર્ટને પણ તે સ્કેલ પર લઇ જવાની શરૂઆત થઇ રહી છે. હવે દુનિયાના ડઝન દેશોમાં ઈવી ચાલશે તેમાં લખેલુ હશે મેડ ઇન ઇન્ડિયા. ઈવીનો પ્લાન્ટ બેટરી છે.
કેટલાક સમય પહેલા સુધી ભારતમાં બેટરી પુરી રીતે ઇમ્પોર્ટ થતી હતી. ઈવી મેન્યુફેક્ચરિંગને મજબૂતી આપવા આ જરૂરી હતું કે ભારત બેટરીનું પણ નિર્માણ કરે. આ વિઝનને લઇને ૨૦૨૭માં ટીડીએસજી પ્લાન્ટનો પાયો નાખશે. ત્રણ જાપાની કંપની મળીને ભારતમાં પ્રથમ વખત સેલ મેન્યુફેક્ચરિંગ કરશે. મને યાદ છે ૨૦ વર્ષ પહેલા જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરી હતી ત્યારે જાપાન એક મુખ્ય સહયોગી હતો.
તમે વિચાર કરો એક ડેવલપમેન્ટ દેશનો નાનો દેશનું ઇન્વેસ્ટમેન્ટ સમિટ, જાપાન જેવો ડેવલપ કન્ટ્રી તેનો પાર્ટનર બને તે બતાવે છે કે ભારત-જાપાનનો પાયો કેટલો મજબૂત છે. હું જ્યારે આ વાઇબ્રન્ટ ગુજરાતની યાત્રાને યાદ કરૂ છું ત્યારે મારા મિત્ર અહીં બેઠા છે તે ભારતના એમ્બેસેડર હતા ૨૦૦૩માં તે આજે અહીં હાજર છે તેમનો ગુજરાત પ્રેમ-ભારત પ્રેમ એવો ને એવો જ છે. જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે નાની વસ્તુઓ પર ધ્યાન રાખતો હતો.
હું મારૂ વિઝિટિંગ કાર્ડ પણ જાપાનીમાં બનાવતો હતો. વીડિયો બનાવતા હતા પ્રમોશનલ તે જાપાની ભાષામાં ડબિંગ કરાવતો હતો. મને આ રસ્તા પર મજબૂતીથી આગળ વધવાનું છે. આકાશ ખુલ્લુ છે તમે મહેનત કરો આવો મેદાનમાં ઘણો ફાયદો થશે. મને કહેવામાં આવ્યું કે જાપાનના લોકોને ગોલ્ફ વગર ચાલતું નથી. મે તેમને પણ પ્રાથમિકતા આપી અને જાપાની સાથીઓને ધ્યાનમાં રાખતા જે ગુજરાતમાં ગોલ્ફનું નામો નિશાન નહતું. ૭-૮ નવા ગોલ્ફ કોર્સ ડેવલપ કર્યા. વિકાસ કરવો છે, ઇન્વેસ્ટમેન્ટ લાવવું છે તો દરેક વસ્તુ પર ધ્યાન આપવું પડે છે.
આપણા દેશમાં કેટલાક રાજ્ય છે જે કરે છે. જે રાજ્ય પાછળ છે તેમને આગ્રહ છે તમે દરેક વસ્તુને ધ્યાનથી અવસર સમજો અને વિકાસની નવી દિશા પકડો. આટલું જ નહીં અમારી સ્કૂલમાં, કોલેજમાં, યૂનિવર્સિટીમાં મોટી સંખ્યામાં જાપાની ભાષા શીખવાડવામાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. કેટલીક સ્કૂલોમાં જાપાની ભાષા શીખવાડવામાં આવી રહી છે. અમારા આ પ્રયાસોથી ભારત જાપાન વચ્ચે પીપલ ટુ પીપલ કનેક્ટ વધી રહ્યો છે.
સ્કિલ અને હ્યુમન રિસોર્સ સાથે જોડાયેલી એક બીજાની જરૂરિયાતોને પણ પૂર્ણ કરી રહ્યા છીએ. મારૂતિ સુઝુકી જેવી કંપનીઓ પણ આ પ્રયાસોનો ભાગ બને અને યુથ જેવા પ્રયાસોને વધારે આપણે આ રીતે આગામી સમયમાં મહત્ત્વના વિસ્તારોમાં આગળ વધવાનું છે. મને વિશ્વાસ છે અમારા આજના પ્રયાસ ૨૦૪૭ના વિકસિત ભારતના ઇમારતને નવી ઊંચાઇ પર લઇ જશે.
વડાપ્રધાન મોદીએ સ્વદેશી અપનાવવાની અપીલ કરતા કહ્યું કે, આત્મનિર્ભર ભારતના અભિયાનને આગળ વધારીયે અને લોકલ ફોર વોકલ બનીયે. સ્વદેશી જીવનમંત્ર બનવું જોઇએ, ગર્વથી સ્વદેશી તરફ ચાલી નીકળો, મારી સ્વદેશીની વ્યાખ્યા સિમ્પલ છે, પૈસા કોઇના પણ લાગે તેનાથી મારે કોઇ લેવા દેવા નથી તે ડોલર છે કે પાઉન્ડ છે પરંતુ જે પ્રોડક્શન છે
તેમાં પરસેવો મારા દેશવાસીઓનો હશે, જે પ્રોડર્શન થશે તેમાં સુગંધ મારા દેશની માટીની હશે, મારા ભારત માંની હશે.૨૦૪૭માં આપણે એવું ભારત બનાવીશું કે તમારી પેઢીઓ ગર્વ કરશે, તમારા યોગદાનનું ગર્વ કરશે. તમારી ભાવી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે આત્મનિર્ભર ભારતના મંત્ર માટે સ્વદેશી અપનાવો. દેશવાસીઓને આમંત્રણ આપું છું કે આવો આપણે બધા ૨૦૪૭માં વિકસિત ભારત બનાવીને રહીશું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમની બે-દિવસીય મુલાકાત દરમિયાન ગુજરાતને વિકાસના પથ પર અગ્રેસર કરતા અનેકવિધ નવીન પ્રકલ્પોની ભેટ ધરી આજે પરત જવા રવાના થયા ત્યારે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતેથી ઉષ્માપૂર્ણ વિદાય પાઠવવામાં આવી.