Western Times News

Gujarati News

GSRTC કર્મચારીઓને 55 ટકા મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે

પ્રતિકાત્મક

એસ.ટી. નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો વધારો

ગાંધીનગરઃ રાજ્ય સરકાર તરફથી કર્મચારીઓને લગતો એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ એસ.ટી.નિગમના કર્મચારીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. એસ.ટી.નિગમના કર્મચારીઓના મોંધવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ભથ્થાના એરિયર્સની ચૂકવણી કરવાનો પણ નિર્ણય લેવાયો છે.

આ અંગેની જાહેરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા ઠ પર પોસ્ટ કરી આ અંગે માહિતી આપી છે. તેમણે પોસ્ટ કરી એસ.ટી.નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે. એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૨%ના વધારા સાથે હવેથી ૫૫% મુજબ ભથ્થું ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી દ્વારા એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૨% ના વધારા સાથે હવેથી ૫૫% મુજબ ભથ્થું ચૂકવવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવેલ છે.

સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય થકી કુલ રૂ.૩૦ કરોડથી વધુનો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, ટૂંક સમયમાં આ માટેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.