Western Times News

Gujarati News

યુએસમાં પરચૂરણ વસ્તુઓને ટેરિફની રાહત શુક્રવારથી બંધ થશે

ન્યૂયોર્ક, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ નીતિ દ્વારા અમેરિકામાં વિદેશી સામાન પરની નિર્ભરતા ઘટાડવાની ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગરૂપે અમેરિકામાં આવતી ઓછી કિંમતની કે પરચૂરણ વસ્તુઓને મળતી ટેરિફ રાહત શુક્રવારથી બંધ કરવામાં આવશે.

ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર મુજબ, ૮૦૦ ડોલર કે તેથી ઓછી કિંમતના આંતરરાષ્ટ્રીય સામાનને કસ્ટમ ડ્યુટીમાં અપાયેલી રાહત શુક્રવારથી દૂર કરવામાં આવશે.અમેરિકામાં ઓછી કિંમતની કે મહત્ત્વ નહીં ધરાવતી વસ્તુઓને અપાયેલી રાહત દૂર થતાં ચીન અને હોંગકોંગની કંપનીઓને વધારે અસર થશે. અગાઉ આવી વસ્તુઓ કસ્ટમની પ્રક્રિયા વગર અમેરિકામાં પ્રવેશતી હતી.

બદલાયેલી નીતિ અનુસાર, જે દેશમાંથી પરચૂરણ વસ્તુઓ આવી હોય તે દેશ પર લાગુ પડતા ટેરિફ દર વસૂલવામાં આવશે. ટ્રમ્પનું માનવું છે કે, વિદેશના વેપારીઓ કસ્ટમમાં રાહતની આ છટકબારીનો દુરુપયોગ કરતા હતા.

પરચૂરણ વસ્તુઓની આડમાં ડ્રગ્સ અને બનાવટી ઉત્પાદનો અમેરિકામાં ઠલવાતા હતા. અમેરિકામાં ૧૯૩૮ના વર્ષથી ‘ડી મિનિમિસ’નો નિયમ અમલી હતો.

સરકારનો સમય અને ખર્ચ બચાવવા માટે એક ડોલર અથવા તેથી ઓછી કિંમતની વસ્તુઓ પર ડ્યુટી લેવાતી ન હતી. ૨૦૧૫માં ૮૦૦ ડોલર સુધીની વસ્તુઓને ‘ડી મિનિમિસ’ એટલે કે તુચ્છ અથવા પરચરણ વસ્તુઓને ડ્યુટીમાં માફી અપાઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.