‘વાર ૨’ની અસરઃ સ્પાય યુનિવર્સમાં જુનિયર એનટીઆરની ફિલ્મ અટવાઈ

મુંબઈ, ‘વાર ૨’ની નિષ્ફળતાએ યશરાજ ફિલ્મ્સને તેનાં મૂળ સુધી હચમચાવી નાખ્યું છે, ફિલ્મની નબળી સ્ક્રિપ્ટ માટે તો તેને ટીકાનો સામનો કરવો જ પડ્યો છે, સાથે જ તે થિયેટરમાં પણ મુશ્કેલીથી ટકી શકી છે, જેના કારણે તમામ હિસ્સેદારોને ભારે નાણાકીય નુકસાન થયું છે.
સાથે જ આદિત્ય ચોપરાએ જુનિયર એનટીઆરનાં પાત્ર ઉર્ફે એજન્ટ વિક્રમ પરની પહેલાં જ નક્કી થયેલી સ્ટેન્ડઅલોન ફિલ્મ પણ આદિત્ય ચોપરાએ હાલ તો કોરાણે મુકી દીધી છે.
સ્ટુડિયોની નજીકના એક સૂત્ર તરફથી જાણવા મળ્યું છે કે, યશરાજ ફિલ્મ્સે જુનિયર એનટીઆરની લોકપ્રિયતાનો સમગ્ર ભારતમાં લાભ લેવા અને એજન્ટ વિક્રમના પાત્રને સ્પિન-ઓફ બનાવવાની મહત્વાકાંક્ષી યોજનાઓ બનાવી હતી. યશરાજ ફિલ્મ્સની સર્જનાત્મક ટીમ પહેલાથી જ એજન્ટ વિક્રમ માટે એક સ્ટેન્ડઅલોન ફિલ્મ વિકસાવી રહી હતી, પરંતુ ‘વાર૨’ની નિષ્ફળતાએ સમગ્ર પ્રક્રિયાને અટકાવી દીધી છે.”
હકીકતમાં, આદિત્ય ચોપરા એજન્ટ વિક્રમ સ્પિન-ઓફ પર આગળ ન વધવા માટે સ્પષ્ટ છે અને ભવિષ્યમાં સ્પાય યુનિવર્સના આ પાત્રને ફરીથી ડિઝાઇન કરશે. સુત્રએ આગળ જણાવ્યું, “એજન્ટ વિક્રમ ફિલ્મ હમણઆ શક્ય નથી અને આદિએ જુનિયર એનટીઆરને પણ આ વાત જણાવી દીધી છે.
જુનિયર એનટીઆર પણ પણ આદિના દૃષ્ટિકોણ સાથે સંમત થયા છે અને ખૂબ જ સ્વસ્થ વલણ સાથે પર બેનરથી અલગ થઈ ગયા છે. તે હવે સ્પાય યુનિવર્સનો ભાગ રહેશે નહીં, કારણ કે વાર ૨’ માટે સાઇન કરવાની શરત એ હતી કે ‘વાર ૨’ની સિક્વલ તરીકે એક સોલો એજન્ટ વિક્રમ ફિલ્મની શક્યતા હતી.વાયઆરએફ સ્પાય યુનિવર્સનું આગામી પ્રકરણ આલિયા ભટ્ટ અને શર્વરી સાથે આલ્ફા છે અને તેની રિલીઝ ૨૦૨૫ના ક્રિસમસ પર છે.SS1MS