ગેરકાયદેસર દાવાઓ અંગે બોની કપૂર મદ્રાસ હાઈકોર્ટના શરણે

મુંબઈ, બોલિવૂડના ડિરેક્ટર અને પ્રોડ્યુસર બોની કપૂરે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ત્રણ વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે ચેન્નાઈના ફાર્મહાઉસની માલિકીનો દાવો કરી રહ્યા છે જે એક સમયે તેમની સ્વર્ગસ્થ પત્ની, સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીનું હતું.બોનીએ કાનૂની અરજી દાખલ કરી છે, જેમાં તેમણે ત્રણેય દ્વારા છેતરપિંડી કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.
ચેન્નાઈમાં ઈસ્ટ કોસ્ટ રોડ પર સ્થિત વિવાદિત મિલકત શ્રીદેવીએ ૧૯ એપ્રિલ ૧૯૮૮ના રોજ એમ.સી. સંબંદા મુદલિયાર પાસેથી ખરીદી હતી. મુદલિયારના પરિવારે ૧૯૬૦માં પરસ્પર મિલકતનું વિભાજન કર્યું હતું અને આ પારિવારીક વહેંચણીના આધારે, શ્રીદેવીએ કાયદેસર રીતે પ્લોટ મેળવ્યો હતો.જોકે, બોનીનો દાવો છે કે ત્રણ વ્યક્તિઓ, એક મહિલા અને તેનાં બે પુત્રોએ, તાજેતરમાં જમીન પર કાયદેસરના અધિકારો મેળવવાનું શરૂ કર્યું છે.
મહિલાનો આરોપ છે કે તે મુદલિયારના એક પુત્રની બીજી પત્ની છે અને તેણીએ ૧૯૭૫માં તેની સાથે લગ્ન કર્યા હતા. બોનીએ આ દાવાની કાયદેસરતાને પડકાર ફેંક્યો, દલીલ કરી કે પુરુષની પહેલી પત્ની ૧૯૯૯ સુધી જીવિત હતી, જેના કારણે કથિત બીજા લગ્ન કાયદેસર રીતે અમાન્ય બન્યા.બોનીએ તાંબરમ તાલુકા તહસીલદારના અધિકારક્ષેત્ર પર પણ પ્રશ્ન ઉઠાવ્યો, જેમણે ત્રણ વ્યક્તિઓનું કાનૂની વારસા પ્રમાણપત્ર મંજુર કર્યું હતું.
તેમણે કોર્ટને પ્રમાણપત્ર રદ કરવા અને માલિકીના કોઈપણ ટ્રાન્સફરને રોકવા વિનંતી કરી. અરજીની નોંધ લેતા, ન્યાયાધીશ એન. આનંદ વેંકટેશે તાંબરમ તહસીલદારને આ મામલાની તપાસ કરવા અને ચાર અઠવાડિયામાં નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.
પરની મિલકતનો ઉપયોગ કૌટુંબિક ફાર્મહાઉસ રીટ્રીટ તરીકે થાય છે અને બોની અને તેની પુત્રીઓ, જાહ્નવી અને ખુશી કપૂર આ ઘર પ્રત્યે વિશેષ લાગણી ધરાવે છે. બોની કપૂરે જૂન ૧૯૯૬માં શ્રીદેવી સાથે લગ્ન કર્યાં હતાં.
આ દંપતીને બે પુત્રીઓ છે, જાહ્નવી અને ખુશી કપૂર. બંને હવે બોલીવુડમાં અભિનેત્રીઓ છે. શ્રીદેવીનું ૨૪ ફેબ્›આરી, ૨૦૧૮ના રોજ દુબઈમાં દુઃખદ અવસાન થયું હતું.SS1MS