સુનીલ શેટ્ટીએ ખુલ્લેઆમ મિમિક્રી આર્ટિસ્ટની કરી ફજેતી

મુંબઈ, બોલિવૂડના ‘અન્ના’ એટલે કે સુનીલ શેટ્ટી તેની એક્શન ફિલ્મ માટે જાણીતો છે. તેની ઘણી ફિલ્મો બાક્સ આૅફિસ પર પૈસાનો વરસાદ કરી રહી છે. પણ, હાલમાં જ અભિનેતા મધ્યપ્રદેશના ભોપાલમાં એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
આ દરમિયાન ત્યાં એક મિમિક્રી આર્ટિસ્ટની કળાને જોઈને ભડકી ઉઠ્યા હતા. ત્યારબાદ સુનીલે માઇક લઈને મિમિક્રી આર્ટિસ્ટની જાહેરમાં આટલું બધુ અપમાન કર્યું હતું,જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ ગયો. આ વીડિયો જેવો વાઇરલ થયો કે યુઝર્સ અભિનેતાને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.
એક મિમિક્રી આર્ટિસ્ટ સ્ટેજ પર સુનીલ શેટ્ટીનો ડાયલાગ બોલી રહ્યો હતો. જે અભિનેતાને બિલકુલ પસંદ ન આવ્યો. ત્યારે સુનીલે માઇક હાથમાં લઇને કહ્યું કે’ ક્યારથી આ ભાઈ સાહેબ અંજલિ… આમ અલગ-અલગ રીતે ડાઈલોગ બોલી રહ્યો છે. જે મારા અવાજમાં તો છે જ નહીં. આટલી ખરાબ મિમિક્રી મેં આજ સુધી ક્યારે જોઈ જ નથી.’સુનીલે જાહેરમાં કહ્યું, ‘જ્યારે સુનીલ શેટ્ટી ડાઈલોગ બોલે છે તો તે એક મર્દની જેમ બોલે છે. આ તો એક બાળકની જેમ બોલી રહ્યો છે.
મિમિક્રી કરવી હોય તો સારી રીતે કરો. ખરાબ મિમિક્રી ન કરવી જોઈએ.’ ત્યારબાદ મિમિક્રી આર્ટિસ્ટે જાહેરમાં સુનીલની માફી માગી. તે સુનીલના અવાજની મિમિક્રી કરવાનો પ્રયાસ નહોતો કરી રહ્યો. તેની પર સુનિલે કહ્યું કે ‘તું મારી મિમિક્રી કરવાનો પ્રયત્ન પણ ન કરતો. સુનીલ શેટ્ટી બનવા માટે હજી તને ઘણો સમય લાગશે. તું બચ્ચું છે હજુ.
ફક્ત વાળ વધારવાથી કોઈ સુનીલ શેટ્ટી નથી બની જતો. તે સુનીલ શેટ્ટીની એક્શન ફિલ્મ જોઈ નથી. કે તો તે પણ બતાવી દઉ તને.’ આ વીડિયો વાઇરલ થયા પછી સોશિયલ મીડિયામાં યુઝર્સ સુનીલ શેટ્ટીને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.
એક યૂઝરે આ વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું કે, ‘ધડકન ફિલ્મનો એક ડાઈલોગ યાદ આવી ગયો.. તૂ કલ ભી બદતમીઝ થા ઔર આજ ભી બદતમીઝ હૈ.’
બીજા યૂઝરે લખ્યું કે, ‘જ્યાદા ઘમંડ મત કરો મિટ્ટી મે હી મિલના હૈ.’ ત્રીજા એક યુઝરે લખ્યું કે, ‘સ્ટેજ પર એક મોટા કલાકારે નાના કલાકારનું અપમાન ન કરવું જોઈએ. આ ઘમંડ સિવાય કંઇ જ નથી અને કહેવત છે ને, ઘમંડી કા સિર નીચા.’ જણાવી દઇએ કે સુનીલ શેટ્ટી છેલ્લીવાર ‘કેસરી વીર’ ફિલ્મમાં નજર આવ્યો હતો. જે મે ૨૦૨૫માં રિલીઝ થઈ હતી.SS1MS