Western Times News

Gujarati News

ત્રણ લોકોને એરલિફ્ટ કરી ખેડા જિલ્લા વહીવટી તંત્રએ રેસ્ક્યુ કર્યા

પાણીના ઝડપી પ્રવાહમાં બોટ દ્વારા જવું મુશ્કેલ જણાતા વહીવટી તંત્ર દ્વારા એરલિફ્ટ કરાયા

આજ રોજ ઘરોડા તા. ખેડા પાસે કોદરીયાપુરા નજીક સાબરમતી નદીમાં ૩ ઇસમો ધનજીભાઈ રામાભાઇ દેવીપૂજક  ૫૫ (ધરોડા),મંગાભાઈ ખોડાભાઈ ઠાકોર ૫૦ (કોદરીયા) અને પૂરીબેન મંગાભાઈ ઠાકોર ૪૮ (કોદરીયા) ફસાયેલ હોવાનાં સરપંચશ્રી દ્વારા જાણ કરાતા તંત્ર દ્વારા રેસ્ક્યુ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

યાંત્રિક બોટ દ્વારા પાણીમાં ઝડપી પ્રવાહ માં 1.2 કિમી જવું મુશ્કેલ જણાતા એરલિફ્ટ કરવાનું વહીવટી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું. જે બાદ આશરે ૬:૦૦ વાગે સાંજે એરફોર્સમાં હેલિકોપ્ટર દ્વારા તમામને એરલિફ્ટ કરી સુરક્ષિત અને સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા.

જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના સતત માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી શ્રી સુરજ બારોટ દ્વારા ઉત્તમ સંકલન સાધીને આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી અને ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.