Western Times News

Gujarati News

અમિતાભ બચ્ચન સાથે આઇકોનિક ગેમ શૉ રમવા અન હોટ સીટ પર બેસવાની સોનેરી તક

ભારતની પોતાની પેમેન્ટ્સ એપ ભીમ પેમેન્ટ્સ એપે કૌન બનેગા કરોડપતિમાં એક્સક્લુઝિવ ગોલ્ડન વીક લોન્ચ કરવા માટે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન સાથે સહયોગ કર્યો

મુંબઈ, એનપીસીઆઈ ભીમ સર્વિસીઝ લિમિટેડ (એનબીએસએલ) દ્વારા ભારતની પોતાની ઘરઆંગણે વિકસાવેલી પેમેન્ટ એપ ભીમ એપે સૌથી આઇકોનિક ગણાતા ગેમ શૉ કૌન બનેગા કરોડપતિ દ્વારા દેશભરમાં સુરક્ષિત, સલામત ડિજિટલ પેમેન્ટ્સની પહોંચને વધુ ગહન બનાવવા માટે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન સાથે ભાગીદારી કરી છે. સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન સૌપ્રથમ વખત ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પર કેબીસી ગેમ શૉની એક સ્પેશિયલ એક અઠવાડિયાની એડિશન રજૂ કરી રહી છે જે ખાસ ભીમ પેમેન્ટ્સ એપ યુઝર્સ માટે જ બનાવવામાં આવી છે.

આ સહયોગ સમગ્ર ભારતમાં ભીમ પેમેન્ટ્સ એપના યુઝર્સને શ્રી અમિતાભ બચ્ચન સાથે ગેમ રમવા માટેની સોનેરી તક પૂરી પાડવા માટે હાથ ધરવામાં આવ્યો છે. ગોલ્ડન વીક માટેનું રજિસ્ટ્રેશન 1 સપ્ટેમ્બર, 2025થી ચાલુ થશે જે 10 ઓક્ટોબર, 2025 સુધી રહેશે અને તે માત્ર ભીમ પેમેન્ટ એપ યુઝર્સ માટે જ છે. ભીમ પેમેન્ટ્સ એપના પસંદ થયેલા 10 યુઝર્સને શૉમાં જવાની અને ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડમાં ભાગ લેવાની ખાસ તક મળશે. એક વિશેષ સપ્તાહમાં 5 એપિસોડ્સનો ગેમ શૉ યોજવામાં આવશે અને તેને આ 10 સ્પર્ધકો સાથે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત કરાશે.

કેવી રીતે ભાગ લેશો

પ્રેક્ષકોને ભીમ પેમેન્ટ્સ એપ ડાઉનલોડ કે અપડેટ કરવા માટે તથા એપમાં જ કેબીસી ગોલ્ડન વીક વીથ ભીમ સેક્શનમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે આમંત્રિત કરવામાં આવે છે. પોતાનું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક કરવા માટે પ્રેક્ષકોએ એક સરળ પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે અને પછી સામાન્ય વિગતો ભરીને સબમિટ કરવાનું રહેશે. સફળતાપૂર્વક આવેલી તમામ એન્ટ્રીને કેબીસીની સ્ટાન્ડર્ડ સ્ક્રીનિંગ પ્રોસેસ હેઠળ ચકાસવામાં આવશે. પસંદ થયેલા 10 ઉમેદવારો કેબીસીના સેટ પર આવશે અને ગોલ્ડન વીક વીથ ભીમમાં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ રમશે અને અમિતાભ બચ્ચન સાથે આ ગેમ રમવા માટે કેબીસીની હોટ સીટ સુધી પહોંચવાની તક મેળવશે. ગોલ્ડન વીક વીથ ભીમ દરમિયાન ભીમ પેમેન્ટ્સ એપ દ્વારા આવેલા (10) યુઝર્સને જ આ તક મળશે.

આ પહેલ બ્રાન્ડના એકંદરે વિશ્વાસ તથા સમાવેશકતાના હેતુ સાથે પડઘો પાડે છે અને આ પહેલ ઇન્ટરેક્ટિવ, વળતરદાયક અને ખૂબ જ સ્થાનિક સ્તરના અનુભવ થકી યુપીઆઈનો ઉપયોગ કરવામાં ભરોસો ઊભો કરવામાં ભીમ(BHIM)ને મદદરૂપ થશે. જેટલા વધુ ભીમ એપ યુઝર્સ આ એપનો અનુભવ કરશે અને રજિસ્ટ્રેશન પ્રોસેસમાં ભાગ લેશે તેટલા જ તેમના શોર્ટલિસ્ટ થવાના વધુ ચાન્સ રહેશે.

શૉ પરનું આ પ્રકારનું સૌપ્રથમ ફોર્મેટ નાગરિકોને ન કેવળ તેમનું જ્ઞાન ચકાસવા પરંતુ ઘરઆંગણે બનાવેલી ભીમ પેમેન્ટ એપની સરળતા અને વિશ્વાસનો અનુભવ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ પહેલ ડિજિટલ ફર્સ્ટ યુઝર્સથી પણ આગળ વધે છે અને પરિવારો, પહેલી વખત ડિજિટલ વ્યવહાર કરનારા અને ટિયર 2, ટિયર 3 શહેરો અને નગરોના નાગરિકોને પહેલેથી જ જાણીતા અને ભરોસાપાત્ર પ્લેટફોર્મ દ્વારા ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે.

એનબીએસએલના સીઈઓ લલિતા નટરાજે ઉમેર્યું હતું કે ભીમ ખાતે, અમારું મિશન ભારતની સૌથી વિશ્વસનીય પેમેન્ટ એપ બનવાનું છે અને નાના કે મોટા કોઈપણ ડિજિટલ પેમેન્ટ માટે તેમની પસંદગીની એપ્લિકેશન બનવાનું છે. કેબીસી જેવા આઇકોનિક પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરવાથી અમને આ સંદેશ દેશભરના ઘરોમાં, ખાસ કરીને એવા પ્રદેશોમાં પહોંચાડવામાં મદદ મળે છે જ્યાં ડિજિટલ પેમેન્ટ્સ પ્રત્યે જાગૃતિ અને સહજતા હજુ વિકસિત થઈ રહી છે. કેબીસીએ વર્ષોથી લાખો પરિવારોનો વિશ્વાસ મેળવ્યો છે, અને આ જોડાણ અમને તે વિશ્વાસને મજબૂત બનાવવામાં મદદ કરે છે જેથી પરિવારના દરેક સભ્યને સલામત અને સુરક્ષિત ચુકવણીઓ માટે ભીમ પેમેન્ટ એપનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય. અમને કૌન બનેગા કરોડપતિ સાથે સહયોગ કરવાનો અને અમારા એપ યુઝર્સને આ સુવર્ણ તક આપવાનો આનંદ છે.

વધુ વિગતો માટે, મુલાકાત લો https://www.bhimupi.org.in/, અમને ફોલો કરો [ઇન્સ્ટાગ્રામ – @bhim_npci, X – NPCI_BHIM, YT – BHIMNPCI]

ભીમના સત્તાવાર મીડિયા પાર્ટનર તરીકે, મેડિસન મીડિયાએ ઉચ્ચ-અસરકારક આઉટરીચ વ્યૂહરચના તૈયાર કરી છે. મેડિસન મીડિયાના સીઓઓ અભિક બેનર્જીએ જણાવ્યું હતું કે કૌન બનેગા કરોડપતિ સાથેના આ સીમાચિહ્નરૂપ સહયોગ માટે ભીમ પેમેન્ટ્સ એપનું ભાગીદાર તરીકે સ્વાગત કરતાં અમને આનંદ થાય છે. દાયકાઓથી કેબીસી એક એવું પ્લેટફોર્મ રહ્યું છે જે રાષ્ટ્રને એક કરે છે, લાખો લોકોને પ્રેરણા આપે છે અને ભારતના દરેક ખૂણાના દર્શકોના હૃદયને આકર્ષે છે. તે ભીમ – ભારત કા અપના પેમેન્ટ્સ એપ માટે ખરેખર અર્થપૂર્ણ રીતે પ્રેક્ષકો સાથે જોડાવા માટેનો એક સંપૂર્ણ મંચ બનાવે છે.

આ જોડાણ ભીમનું કેબીસી સાથેનું પ્રથમ સંકલન દર્શાવે છે અને અમે ફક્ત બ્રાન્ડ હાજરીથી આગળ વધવા માંગતા હતા. સોની સાથે નજીકથી કામ કરીને, અમે એક ઇન્ટરેક્ટિવ અનુભવ ડિઝાઇન કર્યો છે જે દર્શકોને, પહેલી વારના ભીમ યુઝર્સને પણ આઇકોનિક કેબીસીમાં ભાગ લેવાની અને પ્રખ્યાત હોટ સીટ સુધી પહોંચવાની સુવર્ણ તક મેળવવા માટે આમંત્રિત કરે છે. ભીમ પેમેન્ટ્સ એપ સાથે, યુઝર્સને ભારતના સૌથી પ્રિય અને ચર્ચિત શોમાંના એકનો ભાગ બનવાની સાથે સાથે સરળ, સલામત અને તાત્કાલિક પેમેન્ટ સોલ્યુશન્સ મળે છે.

અમારા માટે, આ ભાગીદારી ટીવી હાજરી દ્વારા વિઝિબિલિટી કરતાં ઘણી વધુ છે. તે તકો ઊભી કરવા, ભાગીદારીને પ્રોત્સાહિત કરવા અને દરેક ભારતીય નાગરિકને ભીમ પેમેન્ટ્સ એપ સાથે જોડાવા માટે એક ફળદાયી કારણ પ્રદાન કરવા વિશે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.