Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. ઓડિટ વિભાગના વાંધાઓનો નિકાલ કરવામાં તંત્ર નીરસ

AI Image

છેલ્લા ૫ વર્ષમાં માત્ર ૧૭ ટકા વાંધાનો નિકાલ થયો છે ઃ શહેઝાદખાન પઠાણ

(પ્રતિનિધિ) અમદાવાદ, મ્યુનિસિપલ ઓડીટ ખાતા દ્વારા વિવિધ ખાતાના , રેકર્ડની ચકાસણી કરી જ્યાં ત્રુટી હોય તે બાબતે ઓડીટ વાધાં રજુ કરવામાં આવે છે અને તે વાઘાંઓનો જે તે ખાતા દ્વારા નિકાલ લાવવાનો હોય છે.ઓડીટ વાધાંઓમાં જુદા જુદા ખાતાઓની કામગીરી બાબતે અનેક ત્રુટીઓ અને ગેરરીતી પ્રકાશમાં આવે છે.

જેનો સમયસર નિકાલ કરવાનો સ્ટેન્ડીંગ કમીટીમાં ઠરાવ કરવામાં આવ્યો હતો તેમ છતાં સને ૨૦૨૦-૨૧ થી ૨૦૨૪-૨૫ સુધીના ૨૩૪૩૦ જેટલા ઓડીટ વાંધાના નિકાલ લાંબા સમયથી બાકી છે અને દર વર્ષે વાંધાં ની સંખ્યામાં વધારો થતો જાય છે જેને કારણે ભષ્ટ્રાચાર તથા ગેરરીતી વધતી જાય છે.

મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુ. કોર્પોના વિવિધ ખાતાના છેલ્લા પાંચ વર્ષ એટલે ૨૦૨૦-૨૧ થી ૨૦૨૪-૨૫ દરમ્યાન ઓડીટ ખાતા દ્વારા ૨૭૯૮૬ જેટલાં વાંધા જાહેર કરવામાં આવ્યા હતાં તે પૈકી વિવિધ ખાતા દ્વારા માત્ર ૪૫૫૬ જેટલાં વાંધાનો નિકાલ કરવામાં આવ્યો છે.

એટલે કે માત્ર ૧૭ % વાંધાનો નિકાલ થયો છે, જયારે બાકી રહેલ વાંધાઓમાં મુખ્યત્વે ઈજનેર મધ્ય ઝોનના ૪૫૯૪, ઈજનેર પૂર્વ ઝોનના ૧૯૮૮. ઈજનેર પશ્ચિમ ઝોનના ૧૪૫૨ હેલ્થ મધ્ય ઝોનના ૮૮૦ અને ટેક્ષ દક્ષિણ ઝોનના ૨૩૦૪ વાંધા મળી વિવિધ ખાતાઓના ૨૩૪૩૦ વાંધાનો નિકાલ કરવાનો બાકી છે મ્યુ.કોર્પોના ઓડીટ વાંધાનો સમયસર નિકાલ કરવામાં આવે તો કરોડો રૂ.ની રીકવરી થઈ શકે તેમ છે, વાંધાનો નિકાલ કરવા બાબતે મ્યુ.કોર્પો.ના વિવિધ ખાતા ઉદાસીન છે અથવા તો કોન્ટ્રાકટરો તથા સપ્લાયરોને ફાયદો કરાવવા જાણીજોઇને વિલંબ કરવામાં આવતો હોય તેમ લાગી રહ્યું છે

મ્યુનિસિપલ ઓડીટ ખાતા દ્વારા વિવિધ ખાતાના વાઉચરો, રેકર્ડની ચકાસણી, ખાતાના રેકર્ડના વાઉચરોનું ઓડીટ કરતાં જ્યાં ત્રુટી હોય તે બાબતે ઓડીટ વાધાં રજુ કરવામાં આવે છે અને તે વાઘાંઓનો જે તે ખાતા દ્વારા નિકાલ લાવવાનો હોય છે ઓડીટ વાધાંઓમાં જુદા જુદા ખાતાઓની કામગીરી બાબતે અનેક ત્રુટીઓ અને ગેરરીતી પ્રકાશમાં આવે છે તેને કારણે તંત્ર દ્વારા કયાં ખોટું થાય છે ? કે યાં આપણાથી ભુલ થાય છે ?

તે જાણવા મળે છે જેને કારણે આગામી સમયમાં તે ભુલો સુધારી શકાય કાર્યક્ષમ વહીવટ આપી ગેરરીતી તથા ભષ્ટ્રાચાર થતો રોકી શકાય મ્યુ.કોર્પોના વિવિધ ખાતાના કામો બાબતે ઓડીટ ખાતા દ્વારા જે વાંધા કાઢવામાં આવે છે તે વાંધાનો નિકાલ કરવા સમયમર્યાદા નિયત કરવી જોઈએ અને તેનો દરેક ખાતા દ્વારા ચોક્કસ અમલ થવો જોઇએ તેવી વ્યવસ્થા ગોઠવવા માટે તેમજ હાલ બાકી રહેલ વાંધાનો ત્વરીત નિકાલ કરવામાં આવે તે માટે મ્યુ.કોર્પોના હિતમાં તાકીદે કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.