વડાગામથી આકરૂન્દ જવાના માર્ગ ઉપર ખાડાનું સામ્રાજ્ય: વાહન ચાલકો પરેશાન

(પ્રતિનિધિ) બાયડ, ધનસુરા વડાગામથી આકરૂન્દ જવાના માર્ગ ઉપર મોટા ખાડા થઈ જતાં વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે નજીકમાં આવેલી તપોવન વિદ્યાલયમાં જતાં બાળકો અને વાલીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
રાત્રી દરમિયાન બાઇક ચાલક સ્લીપ ખાઈ જતાં તેને નજીક દવાખાનામાં સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યો હતો. અને વરસાદી પાણી ભરાતા કાદવ કીચડનું સામ્રાજ્ય ત્યાં રહેતા લોકોને પણ બીમારીનો ભય સતાવી રહ્યો છે. અને ક્વોરીના કારણે રોજના હજારો ટ્રક ત્યાંથી અવર-જવર કરે છે
જેના કારણે મોટા અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે . સત્વરે તંત્ર દ્વારા ખાડા પુરવામાં આવે તેવી રહીશો, વેપારીઓ અને ગ્રામજનોની માંગ છે. અભ્યાસ અર્થે જતા બાળકો તેમજ આજુબાજુના ગામડાના લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.